તરોતાઝા

માતાજીની તસવીર પર ગુલાબ, કમળ કે જાસૂદનાં પુષ્પ અર્પણ કરવા

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં આરોગ્યદાતા સૂર્ય ક્ધયા રાશિ તા.૧૮ રાત્રિએ ૧.૩૨ તુલા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ- તુલા રાશિ બુધ-ક્ધયા રાશિ તા.૧૯ રાત્રિએ ૦૦.૧૮ તુલા રાશિ પ્રવેશ ગુરુ-મેષ વક્રીભ્રમણ શુક્ર-સિંહ રાશિ, શનિ-કુંભ (સ્વગૃહી) વક્રીભ્રમણ રાહુ-મેષ વક્રીભ્રમણ કેતુ-તુલા વક્રીભ્રમણ રાશિમાં રહેશે.

શારદીય નવરાત્રિથી પ્રારંભ થયેલ સપ્તાહમાં પગ દુ:ખવા, ચક્કર આવવા સાથે અશક્તિ લાગવાની ફરિયાદો વ્યાપક સાંભળવા મળશે. ગૃહિણી મહિલાઓએ ગજા બહારના એકટાણા, ઉપવાસ કરવા નહીં. દેહ રાખતા ધર્મ સંભાળજો. મોડી રાત્રિએ નાસ્તા તથા અતિશય તીખા, તળેલા તેમ જ મીઠી ચટણી સાથે નાસ્તો કરશો નહીં. સમયસર ઊંઘ લેવાનો ચોક્કસ પ્રયત્ન કરશો. વધુ પડતી ચા, કૉફી તેમ જ અન્ય ઠંડા પીણા પીશો નહીં. લાંબા સમયથી રોગ, માંદગીથી પીડિત દર્દીઓએ દૈવીકવચનો પાઠ કરવાથી રાહત જણાશે. સવારે તેમ જ સંધ્યા સમયે માતાજીની આરતી ગાન કરતા પહેલા ગૂગળનો ધૂપ-દીપ અવશ્ય કરશો.

મેષ (અ, લ, ઇ)
છાતીમાં સાધારણ દુ:ખાવો જણાય. અડધી રાત્રિએ ઊંઘમાં ઝબકી જવાય. સપ્તાહના અંતમાં તાવ, શરદીઆવી શકે. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ સાથે ગાયત્રીમંત્રની એક માળા કરશો.

વૃષભ (બ, વ, ઉ)
ચશ્માંનાં નંબર વધવાથી માથામાં દર્દ થાય. કફ, શરદી સાથે ગળું પકડાવાની શક્યતાઓ રહેલી છે. સપ્તાહના અંતે આરોગ્ય સુધરી જશે. સંધ્યા સમયે ચંડીપાઠ કરશો.

મિથુન (ક, છ, ધ)
શારીરિક અશક્તિ જણાય. પેટમાં સતત દુખાવો રહ્યા કરે. દેવાધિદેવ મહાદેવના દર્શન સાથે જળાભિષેક કરશો.

કર્ક (ડ, હ)
આ સપ્તાહ આરોગ્ય માટે કોઈ જ પ્રકારની ચિંતાઓ કરશો નહીં. સમયસર ઊંઘ, આહાર લેશો. કાચા દૂધ સાથે શુદ્ધ જળ મિશ્રિત જળાભિષેક કરશો.

સિંહ (મ, ટ)
અગાઉની કબજિયાતની તકલીફ વધી શકે. યોગ્ય સમયે ભોજન ન કરવાથી આરોગ્ય બગાડે. સૂર્ય નમસ્કાર સાથે તેમના મંત્ર જાપ કરશો. વડીલોને માન સન્માન આપશો.

ક્ધયા (પ, ઠ ,ણ)
કમરમાં મચકોડ આવી શકે. ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી. સંધ્યા સમયે સૂવું નહીં. નજીકના અંબાજી માતાના મંદિરે જઈ દર્શન કરવા.

તુલા (ર, ત)
આ સપ્તાહમાં આરોગ્ય સુખમય બની રહેશે. સાધારણ યુરીન સંબંધિત તકલીફ આવી શકે. ભદ્રકાળી, મહાકાલી માતાજીને સંધ્યા સમયે દીપ કરશો તેમ જ મંત્રજાપ કરશો.

વૃશ્ર્ચિક (ન, ય)
ગુપ્ત દર્દ વકરે. ઓચિંતા નવી નવી બીમારીઓ આવી પડે. મસાની સમસ્યા હળવી થાય. હનુમાન ચાલીસાનું પઠન કરવું.

ધન (ભ, ધ, ફ, ઢ)
તાત્કાલિક સારવાર મળવાથી તબિયત સુધરી જાય. ગાયત્રીમંત્ર સાથે માતાજીની આરતી ગાન ઉત્તમ બની રહેશે.

મકર (ખ, જ)
સપ્તાહના શરૂઆતથી કમર, કબજિયાતની બીમારી આવી શકે. ગરીબોને યથાશક્તિ મદદરૂપ બનજો.

કુંભ (ગ, શ, સ)
સપ્તાહના અંતે શારીરિક સાથે માનસિક દર્દ પીડા વધે. ઢીંચણમાં મચકોડની ફરિયાદ વધી શકે. નાના નાના બાળકોને મીઠાઈ આપી તેમને પ્રસન્ન કરશો.

મીન રાશિ (દ, ચ, ઝ, થ)
વારંવાર પીવાનું પાણી બદલાવાથી તાવ, શરદી થવાની શક્યતાઓ. પેટના આંતરડામાં સોજો આવવાની સંભાવના. નિત્ય દાન સાથે કુળદેવીના મંત્ર જાપ કરશો.

હાલમાં નવરાત્રિ ચાલતી હોવાથી કુળદેવી, ગાયત્રી, મહાકાળી, બગલામુખીની ઉપાસના કરવાનું ફળદાયી માનવામાં આવે છે. દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરશો. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતો હોય તે પણ માતાજીની તસવીર પર ગુલાબ, કમળ કે જાસૂદનાં પુષ્પ અર્પણ કરી શકો છો. અસાધ્ય બીમારીઓમાંથી રાહત જણાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button