ગૌમૂત્ર એક મહાન ઔષધિ
પ્રાસંગિક – પ્રફુલ કાટેલિયા
ગૌમૂત્ર – પૃથ્વી પર શાશ્ર્વત અમૃત તુલ્ય અદ્ભુત દ્રવ્ય છે તેમાં શંકાને સ્થાન નથી..
અન્યથા વિશ્ર્વના આરોગ્ય વિષયક વૈજ્ઞાનિકો ભારતીય દેશી ગાય નાં ગૌમૂત્ર ઉપર અસંખ્ય શોધો કરી પોતાનાં નામે પેટન્ટ કરી રહ્યાં છે.અને હજી સંશોધનો ચાલુ છે.
શાસ્ત્રો અનુસાર ગૌમૂત્રનાં પ્રભાવ નીચે મુજબ છે..
રસ = કટુ, લવણ
પાચન = લઘુ
વીર્ય = ઉષ્ણ
દોષ = વાત, કફ નાશક, પિત્ત વર્ધક (શરીરમાં પિત્ત વધારે હોય તો પહેલા પિત્ત શમન કરવું. ત્યારબાદ ગૌમૂત્ર સેવન કરવું.)
અન્ય પ્રભાવ = વિષઘ્ન (ઝેરી પદાર્થોનો નાશ કરનાર), કૃમિઘ્ન (કૃમિનો નાશ કરનાર), તીક્ષ્ણ (કોષોમાં અંદર સુધી પહોંચાડનાર), મેધ્ય (બુદ્ધિ વર્ધક)
આપણાં હિન્દુ શાસ્ત્રોનાં વર્ણન પ્રમાણે ગૌમૂત્રમાં ધન્વંતરિનો વાસ છે
કહેવાય છે કે ગૌમૂત્ર ગંગા સમાન પવિત્ર અને સર્વ રોગ હરનાર છે. આયુર્વેદમાં આઠ પ્રકારના પ્રાણીઓનાં મૂત્રનું વિશેષ વર્ણન છે. એમાં ગૌમૂત્ર શ્રેષ્ઠ છે. આયુર્વેદ અનુસાર ગૌમૂત્રનો રસ તૂરો,તીખો અને કડવો હોય છે. આને આયુર્વેદમાં ગરમ કહેવાયું છે. અને તીક્ષ્ણ, ક્ષાર અને લઘુ ગુણ વાળું છે. સુશ્રુત સંહિતાના ૪૫મા અધ્યાયમાં ગૌમૂત્રને લઘુ અને અગ્નિવર્ધક કહ્યું છે. ગૌમૂત્ર કફ પ્રકૃતિ, જાડા,મંદાગ્નિવાળા વ્યક્તિઓ માટે તથા બ્લોકેજ સાફ કરવા માટે અત્યંત સહાયક છે. આયુર્વેદ અનુસાર ગૌમૂત્ર મેધ્ય છે.(મગજ માટે લાભકારી ) ગૌમૂત્ર માનસિક રોગો જેવા કે ઉન્માદ, અપસ્માર, ડિપ્રેશન અને અન્ય મગજને લગતી તકલીફોમાં કલ્યાણકારી છે. (ચરક સૂ.૧)
ગૌ માતાના ચારા કે પાણીમાં સોનાનો ક્ષાર ન હોવા છતાં તેના ગૌમૂત્રમાં પાચ્ય સ્વરૂપે સુવર્ણ ક્ષાર તથા રજત ક્ષાર હોય છે. આ સિવાય પણ તેમાં ઘણાં તત્ત્વો જોવા મળે છે. કોપર મેંગેનીઝ સ્ટીરોઈડ વગેરે. ગૌમૂત્રનું પીએચ ૮ થી વધુ હોવાથી તે શરીરને અલ્કલાઇન કરે છે. ગૌમૂત્ર ગિલોયનું અને બીજી ઔષધીનું મર્દન કરીને ગુણ વધારે છે. ગિલોય ગૌમુત્રથી કોરોના કાળમાં ખૂબ જ સારું પરિણામ મળ્યું છે.
ગૌમૂત્રની સેવન વિધિ :-
સૂર્યોદય પહેલા ગૌમૂત્રનું સેવન કરવું લાભદાયક છે. ગૌમૂત્ર ગાળ્યા વગર પીવાથી જો ગાય માતાનો વાળ ગળામાં ફસાઈ જાય તો તે ટીબીનું કારણ થઈ શકે છે. એવી માન્યતા પ્રચલિત છે. આથી ગૌમૂત્રને સાત વાર સુતરાઉ કપડાથી ગાળીને તેનું સેવન કરવું જોઈએ. જે વ્યક્તિની પ્રકૃતિ પીત્તની છે તેમણે ગૌમૂત્રમાં મિસ્રી, દૂર્વા, મીઠો લીમડો, વરિયાળી કે ઠંડક પ્રદાન કરતી અન્ય કોઈ સામગ્રી મેળવી તેનું સેવન કરવું જોઈએ. ગૌમૂત્રના સેવનમાં દર ત્રણ મહિને અંદાજે સાત દિવસનો વિરામ લેવો જોઈએ. વર્ષમાં તમે એક થી બે મહિના છોડી શકો છો. અથવા ઉનાળાની ઋતુમાં પણ છોડી શકાય.
ગૌમૂત્ર કાચ, ચિનાઈ માટી, સ્ટીલ કે ચાંદીના વાસણમાં લેવું જોઈએ.
તાંબા અને પિત્તળના વાસણમાં ન લેવું જોઈએ.
ગૌમૂત્રનું સેવન સવારે ખાલી પેટે કરવું જોઈએ.
ગૌમૂત્રના સેવનના અડધા થી એક કલાક પહેલા અને પછી કંઈ પણ ખાવું પીવું નહીં.
તાજા ગૌમૂત્રનું જ સેવન કરવું જોઈએ જેથી તેમાં રહેલા ખનીજો અને એન્જાઈમ્સ મળી રહે.(અન્યથા બાષ્પીભવન થઈ જાય)
આજનાં આધુનિક શહેરોમાં ગાયના અભાવે તાજું ગૌમૂત્ર પ્રાપ્ત થતું નથી. આના ઉકેલ માટે મુંબઈના વરિષ્ઠ કેમિકલ એન્જિનીયર (phd) ડો. શ્રી રાકેશજી અગ્રવાલના પાંચ વર્ષના અથાગ પ્રયત્નો બાદ તાજા ગૌમૂત્રના બધાજ તત્ત્વોને અકબંધ રાખી, ગંધ અને સ્વાદમાં સુધારો કરીને પેક બોટલમાં પેક કરવાની સિદ્ધિ મેળવી છે.
આ ચમત્કારિક ગૌમૂત્રનું લગભગ ૬૦ રોગોમાં સફળતાના ચમત્કારિક લક્ષણો મળતાં ડો.અગ્રવાલે આ ગૌમૂત્રને સંજીવની રસનું નામ આપ્યું છે. સાથે આ સંજીવની રસની પેટેન્ટ પોતાનાં નામે રજિસ્ટર કરાવી લીધી છે.
અને સર્વે ગૌભક્તો અને ગૌપાલકો માટે ખુશીના સમાચાર પ્રમાણે આ સંજીવની રસ સમસ્ત ભારત વાસીઓ માટે સુલભ થાય અને ગૌ પાલકોને ગૌમૂત્રની વધારાની આવક થાય તે માટે મલ્ટીનેશનલ કંપનીઓ ને આ પેટેન્ટ ન વેચવાનો ઉત્તમ નિર્ણય કર્યો છે..
આ સંજીવની રસ ને ઓરેન્જ, મેંગો, ગુલાબ, તુલસી,પાન, જામફળ અને અનાનસ, ચોકલેટ, વેનીલા જેવાં વિવિધ ૪૧૮ ફ્લેવર (કડડડાં નિયમ પ્રમાણે ) બનાવી તેની પણ પેટેન્ટ કરાવી લીધી છે. જેથી ભવિષ્યમાં કોઈ લાલચી વેપારી કંપનીઓ ગૌમૂત્ર ઉપર પોતાનો હક જમાવી બ્રાન્ડિંગ કરી લૂંટ ચલાવી ન શકે.
ડો. અગ્રવાલ મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજના રિટાયર્ડ પ્રોફેસર છે. ૮૨ વર્ષની જયેષ્ઠ વયે ભગવાને ખૂબજ આપ્યું છે. હવે તેમની છેલ્લી ઈચ્છા પ્રમાણે તેઓ ગૌમાતાનાં દૂધનું ઋણ ચૂકવવા આ પેટેન્ટ કોઈને નહીં વેચવાનો નિર્ણય કર્યો તે બદ્દલ આપણે સહુ તેમનાં ઋણી રહેશું.
તેમનું અનુમાન અને ઈચ્છા એવી છે કે જો આ સંજીવની રસ ભારતનાં દરેક ઘરે ઉપયોગ થશે તો નક્કી રસ્તે રઝળતી કચરાપેટીમાં એંઠવાડ ખાતી ગૌમાતા નહીં દેખાય. કેમકે આ સંજીવની રસ માટે લાગતું ગૌમૂત્ર પણ પૈસા રળી આપશે તેવી લાલચમાં ગૌપાલકો પોતાનાં ઘરડા ગૌવંશને ફક્ત મોંઘા ચારા નાં અભાવે પણ વેચશે નહીં. ગૌમાતા ભલે ફક્ત છ મહિના જ દૂધ આપે પરંતુ ગૌમૂત્ર તો બારેમાસ આપવાની છે. અને તેનાં ચારા પાણીનાં પૈસા પણ ગૌમૂત્રને ઊંચા ભાવે વેચીને મળી રહેશે. ગામનાં ગૌવંશ ગામમાં જ આશ્રિત થશે. ગામે ગામ ગૌમૂત્રની ડેરીઓ બનશે. અને ગૌપાલકો અને ગ્રામવાસીઓને નવો રોજગાર મળશે.
મારી બાર વર્ષની ખોજ
“ગૌમયે વસ્તે લક્ષ્મી,
ગૌમૂત્રે ધન્વંતરિ નાં પરિણામે મારી ડો. રાકેશજી અગ્રવાલ સાથે મુલાકાત થઈ, તેમનાં ઉચ્ચકોટીનાં ભાવ જાણી હું પ્રભાવિત થયો, અને મેં પણ તેમની આ સદભાવનામાં મારું યોગદાન દેવાની ઈચ્છા વ્યક્ત કરી. અને તેમણે મને આ ચમત્કારિક સંજીવની રસનાં પ્રચારની સંમતિ ગૌમંગલ ઓર્ગેનિકને આપતાં હું ધન્ય થયો..
ગૌમંગલ સંજીવની રસનાં વિવિધ રોગોમાં ચમત્કાર ગણી ન શકાય તેટલા રોજે રોજ બને છે.
જેનું વર્ણન આવતાં અંકે જણાવીશ.