ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

US Winter Storm: અમેરિકામાં વાવાઝોડા બાદ 2000થી વધુ ફ્લાઈટ્સ રદ, સેંકડો લોકો એરપોર્ટ પર ફસાયા

શિકાગોઃ અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડાની અસરમાં આવ્યું છે, જેને કારણે લોકોનું જનજીવનખોરવાઇ ગયું છે. વાવાઝોડાને કારણે સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને અનેક ફ્લાઇટો વિલંબથી ઉડાન ભરી રહી છે. એક અહેવાલ અનુસાર વાવાઝોડાને કારણે મિડવેસ્ટ અને સાઉથમાં અત્યાર સુધીમાં 2400થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે અને 2000થી વધુ રદ કરવામાં આવી છે.

આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી કે વાવાઝઓડાને કારણે શિકાગોના ઓ’હેરે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 36 ટકા ઇનકમિંગ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને શિકાગો મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ઇનકમિંગ અને આઉટગોઇંગ ફ્લાઇટ્સમાંથી લગભગ 60 ટકા રદ કરવામાં આવી હતી. દરમિયાન, અન્ય અસરગ્રસ્ત એરપોર્ટમાં ડેનવર ઇન્ટરનેશનલ અને મિલવૌકી મિશેલ ઇન્ટરનેશનલનો સમાવેશ થાય છે.


શુક્રવારે અમેરિકાના મધ્યપશ્ચિમ અને સાઉથ વિસ્તારના 150 મિલિયનથી વધુ અમેરિકનોને વાવાઝોડાને કારણે ભારે પવનોનો સામનો કરવો પડ્યો હતો. વાવાઝોડાને કારણે લગભગ 250,000 ઘરો અને ઑફિસોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. સૌથી વધુ અસર ઇલિનોઇસમાં થઇ હતી, જ્યાં 97,000થી વધુ લોકોને અંધારપટો સામનો કરવો પડ્યો હતો.


શિકાગોના ઓ’હેરે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 55 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તો અરકાનસાસમાં 74 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

હવામાન વિભાગની માહિતી અનુસાર આ તીવ્ર વાવાઝોડું દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે. એક અહેવાલ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ ભાગમાં ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડા દરમિયાન, તોફાનના જોરદાર પવનોએ 19મી સદીના પ્રતિષ્ઠિત સ્થળો અને ઇમારતોને નુક્સાન પહોંચાડ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી