આમચી મુંબઈ

Western Railway: ગોખલે પુલને કારણે પશ્ચિમ રેલવેનું સમય પત્રક બદલાતા મુસાફરો હેરાન

મુંબઇ: મુંબઇ મહાનગર પાલિકા દ્વારા અંધેરીના ગોખલે પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ ઝડપથી અને સારી રીતે થાય તે માટે પશ્ચિમ રેલવેના ટાઇમટેબલમાં ફેરફારો કરવામાં આવ્યા છે. પણ આ બદલાયેલા ટાઇમટેબલને કારણે મુસાફરોને ભારે કનડગત થઇ રહી છે. પશ્ચિમ રેલવે લાઇન પર ચર્ચગેટની દીશામાં ટ્રેન આજે 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે. ઉપરાંત ટાઇમટેબલ બદલાતા લોકલ ટ્રેનના પ્લેટફોર્મ પણ બદલાયા છે. તેથી મુસાફરોને ટ્રેન પકડવા માટે દોડધામ કરવી પડી રહી છે.

મોડી શરુ થયેલી લોકલ ટ્રેન એમાં પણ વિરારથી 8.33 વાગે છૂટનારી એસી લોકલ અચાનક નોન એસી કરવામાં આવી. જેને કારણે મુસાફરોનું ક્ન્ફ્યુજન વધી ગયું હતું. તેથી આગળની તમામ એસી લોકલ પર મુસાફરોની ભીડ વધી ગઇ હતી. બદલાયેલા સમયપત્રકની મુસાફરોને જાણ ન હોવાથી તકલીફ વધી ગઇ છે.


ટાઇમટેબલમાં થયેલ ફેરફારોને કારણે વિરાર, નાલાસોપારા પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ જામી છે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયને કારણે ઘણાં લોકો નોકરી પર મોડા પહોંચતા લેટમાર્ક લાગ્યો હતો.
પશ્ચિમ રેલવેના સમયમત્રકમાં થયેલ ફેરફાર આ પ્રમાણે છે….

  • ટ્રેન નંબર 92042 વિરાર-ચર્ચગેટ લોકલ વિરારથી 8:01 વાગે નીકળે છે જે હવે વિરારથી 7:55 વાગે નીકળશે.
  • ટ્રેન નંબર 94016 વિરાર-ચર્ચગેટ એસી લોકલ વિરારથી 7:56 વાગે નીકળે છે જે હવે વિરારથી 7:59 વાગે નીકળશે.
  • ટ્રેન નંબર 92027 ચર્ચગેટ-વિરાર લોકલ જે ચર્ચગેટથી 6:40 વાગે નીકળે છે જે હવે ચર્ચગેટથી 6:32 વાગે નીકળશે.
  • ટ્રેન નંબર 92067 ચર્ચગેટ-બોરીવલી લોકલ જે ચર્ચગેટથી 9:27 વાગે નીકળે છે જે હવે ચર્ચગેટથી 9:19 વાગે નીકળશે.
  • ટ્રેન નંબર 94019 ચર્ચગેટ-વિરાર એસી લોકલ જે ચર્ચગેટથી 9:19 વાગે નીકળે છે જે હવે 9:23 વાગે નીકળશે.
  • ટ્રેન નંબર 9429 ચર્ચગેટ-બોરીવલી એસી લોકલ જે ચર્ચગેટથી 9:24 વાગે નીકળે છે જે હવે ચર્ચગેટથી 9:27 વાગે નીકળશે.

લાંબા અંતરની ટ્રેનો પર પણ માઠી અસર…
ટ્રેન નંબર 19038 બરૌની-બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસ બોરીવલીમાં 45 મિનિટ નિયમિત કરવામાં આવશે અને બાંદ્રા ટર્મિનસ 60 મિનિટ મોડી પહોંચશે. ટ્રેન નંબર 20942 માઝીપૂર સિટી- બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ બોરીવલીમાં 30 મિનિટ નિયમિત કરવામાં આવશે અને બાંદ્રા ટર્મિનસ 54 મિનિટ મોડી પહોંચશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Reasons behind lack of Vitamin D in your body રવિવારે અમદાવાદમાં હાર્દિક હાર્યો એ પહેલાં ફૅન્સનો ‘શિકાર’ થયો Top Pics: ધક ધક ગર્લ માધુરીના મનમોહક લુક્સ Ramayana Fame Lord Ram: Arun Govil ‘s Annual income