આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

વલસાડ લોકસભા સીટ: કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કમરકસી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનના કારણે ભાજપની ચિંતા વધી છે. ભાજપને જે ત્રણ સીટ પર ખતરો તોળાઈ રહ્યો છે તેમાં ભરૂચ, બનાસકાંઠા અને વલસાડ સીટનો સમાવેશ થાય છે. વલસાડ સીટ પર કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે સીધો મુકાબલો છે. ભાજપે આ વખતે સિટિંગ MP ડો. કે.સી.પટેલની જગ્યાએ ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે. વલસાડ સીટ પર જાતિ સમીકરણો અને સ્થાનિક પરિબળો અંગે વિષદ છણાવટ કરીશું.

વલસાડ-ડાંગ 126 લોકસભા બેઠકમાં ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ સહિતની વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. આ લોકસભા સીટમાં સૌથી વધુ મતદારો ધોડીયા પટેલ જ્ઞાતિમાંથી આવતા તથા કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત અને આદિવાસી સમાજના પ્રશ્નોને રજૂ કરનારા તેમજ પૈખેડ ડેમ જેવા અનેક સળગતા પ્રશ્નો સામે જંગી રેલી કાઢનારા આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને લોકસભાની બેઠક માટે ઉમેદવાર તરીકેનું નામ જાહેર કર્યું છે. નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલની કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે ટિકિટની જાહેરાત કરતા અનંત પટેલ સહિત તેમના આદિવાસી સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આ પણ વાંચો: નવસારી: કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉતારી શકે છે મેદાનમાં, જોવા મળશે પાટીલ V/S પટેલનો જંગ?

અનંત પટેલ છેલ્લા બે ટર્મથી વાંસદા વિધાનસભામાં જીત મેળવતા આવ્યા છે. વલસાડ ડાંગ બેઠક ઉપર સૌથી વધુ વોટ ધોડિયા પટેલ જ્ઞાતિના છે, તે ઉપરાંત કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિ સમાજનો સમાવેશ થાય છે. કોંગ્રેસે જ્ઞાતિ આધારિત સમીકરણ જોતા ધોડિયા પટેલ જ્ઞાતિના અનંત પટેલ નામના મજબુત ચહેરાને લોકસભાની ચૂંટણી આગળ કર્યો છે. વલસાડ ડાંગ બેઠકમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ 3,15,000 જેટલા માત્ર ધોડિયા પટેલ સમાજના વોટ છે. જેથી વિજયનો દારોમદાર આ સમાજ ઉપર રહેલો છે અને જો ઉમેદવાર ધોડિયા પટેલ સમાજમાંથી આવે તો કોઈ પણ પક્ષની જીત ખૂબ આસાન થઈ પડે એમ છે.

આ પણ વાંચો: ભાવનગરમાં કોળી V/S કોળીનો જંગ, ભાજપના નિમુબેન અને AAPના ઉમેશ મકવાણા વચ્ચે થશે રસાકસી?

વર્ષ 2019માં ભાજપના ડો. કે.સી પટેલને 771,980 મતો મળ્યા હતા, તેમને કુલ મતોના 61.25 ટકા મતો મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી ઉભા રહ્યા હતા. જીતુભાઈ ચૌધરીને 4,18,183 મતો મળ્યા હતા તેમને કુલ 33.18 ટકા મળ્યા હતા. આ બેઠક પર ભાજપના કે.સી પટેલની 3,53,797 મતોથી જીત થઈ હતી.

કોણ છે અનંત પટેલ?

શિક્ષકની નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવનાર અનંત પટેલ છેલ્લા બે ટર્મથી વાંસદા વિધાનસભામાં જીત મેળવતા આવ્યા છે. ધોડિયા પટેલ જ્ઞાતિમાંથી આવતા અનંત પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ બી.એડની પદવી પ્રાપ્ત કરી છે, પોતે શિક્ષિત હોવાથી તેમના વિસ્તારના આદિવાસી સમાજના પ્રશ્નો રજૂ કરવા માટે તેમજ એક ધારાસભ્ય તરીકે તેઓ વલસાડ અને ડાંગમાં સારી એવી પકડ ધરાવે છે. વર્ષ 2017માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વાંસદા બેઠક ઉપરથી વિજય થયા હતા અને તે સમયે તેમને 18,293 મતોની લીડ મળી હતી. જે બાદ ફરીથી વર્ષ 2022 માં તેઓ ધારાસભ્ય બન્યા હતા તે સમયે તેમને કુલ 35 0 33 ના મતોની લીડ મળી હતી. આમ તેઓ બે ટર્મ ધારાસભ્યનું પદ ભોગવી ચુક્યા છે, જ્યારે હાલ ફરીથી તેમને લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

કોણ છે ધવલ પટેલ?

વર્ષ 2009થી ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, તેઓ મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની છે, ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલ હાલ સુરતમાં રહે છે અને ભાજપના આદિવાસી મોરચાના અગ્રણી છે. ધવલ પટેલ ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નેશનલ સોશિયલ મીડિયા ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. તેમણે એક પુસ્તક લખ્યું છે. ધવલ પટેલે SVNIT સુરતમાંથી B.Tech અને સિમ્બાયોસિસ પુણેમાંથી MBA કર્યું છે. તેમણે કમ્પ્યુટર એન્જિનિયર તરીકે IBM, Capgemini અને Accentureમાં કામ કર્યું છે. તેમણે અમેરિકા, યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં પણ કામ કર્યું હતું. બાદમાં તેમણે 2021 માં નોકરી છોડી દીધી અને ભાજપ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.

સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોડિયા પટેલ જ્ઞાતિમાંથી આવતા અનંત પટેલ સામે તેમના હરિફ ધવલ પટેલ રાજકારણના નવા નિશાળીયા છે. અનંત પટેલ જમીન સાથે જોડાયેલા આદિવાસી નેતા છે, તેમની સામે ભાજપના ધવલ પટેલને આયાતી ઉમેદવાર ગણવામાં આવે છે. અનંત પટેલનો ટ્રેક રેકોર્ડ જોતા તેમને આદિવાસી સમાજનું સમર્થન મળી શકે છે. જ્યારે ધવલ પટેલનું સૌથી મજબુત જમા પાસું તેમને ભાજપના સુદ્રઢ સંગઠનનો લાભ મળશે. વલસાડની વાંસદા સીટને બાદ કરતા તમામ વિધાનસભા સીટો ભાજપે જીતી છે, આ પરિસ્થિતી જોતા વલસાડ સીટ પર ખરાખરીનો જંગ જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey