મુંબઇગરા આજે હાઇવે પર જવાનું ટાળજો…. મેટ્રો ગર્ડર બદલવામાં આવી રહ્યા હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામ

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મેટ્રોના ગર્ડર બદલવાનું કામ ચાલી રહ્યું હોવાથી મુંબઇના પશ્ચિમ પરાના નેસ્કો એક્ઝિબિશન સેન્ટર નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર કામદારો ગર્ડર બદલી રહ્યા હોવાથી ટ્રાફિક બેક લોગ અને જામ સર્જાયો છે. તેમણે જણાવ્યું હતું કે એકાદ-બે કલાકમાં ટ્રાફિક જામ ક્લિયર થઇ જશે. […]

Continue Reading

મુંબઈ એરપોર્ટનો ટ્રાફિક ૧૩૨ ટકા વધ્યો, છ મહિનામાં ૧.૭ કરોડ પ્રવાસીની અવરજવર

ડોમેસ્ટિક ક્ષેત્રે ૧.૩૩ કરોડ પ્રવાસીનો સમાવેશ (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આ વર્ષના પહેલા છ મહિના દરમિયાન મુંબઈ એરપોર્ટ પરથી ૧.૭ કરોડ જેટલા પ્રવાસીએ અવરજવર કરી હતી, જે ગયા વર્ષની તુલનામાં ૧૩૨ ટકાનો વધારો થયો છે, જ્યારે ડોમેસ્ટિક એરપોર્ટમાં ૧.૩૩ કરોડ પ્રવાસીએ અવરજવર કરી હતી, એમ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ)ના અહેવાલમાં જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પેસેન્જર […]

Continue Reading

વાહનચાલકો ધ્યાન આપે.. ભારે વરસાદને લીધે પાણી ભરાવાને કારણે અંધેરી સબવે અસ્થાયી રૂપે બંધ

મુંબઇમાં બુધવારથી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ છે. વરસાદને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અંધેરી સબવેમાં પાણી ભરાવાને કારણે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના ટ્રાફિકને ગોખલે રોડ પર ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. મુસાફરોને નોંધ લેવા વિનંતી, એવી મુંબઇ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વીટરના માધ્યમથી જાણ કરવામાં આવી છે.

Continue Reading