2019ના અકસ્માતના બે પીડિતને 34 લાખનું વળતર આપવાનો થાણે એમએસીટીનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

2019ના અકસ્માતના બે પીડિતને 34 લાખનું વળતર આપવાનો થાણે એમએસીટીનો આદેશ

થાણે: થાણે જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને સંડોવતા 2019ના અકસ્માતના બે પીડિતને 34 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આદેશ આપ્યો છે. પંદરમી જુલાઇએ આ આદેશ પસાર કરાયો હતો.

લોનાવલા ખાતે થયેલા અકસ્માતમાં એક પીડિતનું મોત થયું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા થઇ હતી. બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો, એમ ટ્રિબ્યુનલે કહ્યું હતું. મોટર વેહિકલ એક્ટની કલમ 166 હેઠળ દાખલ કરાયેલી અલગ અલગ અરજીઓ પર પ્રિસાઇડિંગ ઓફિસર આર.વી. મોહિતેઆ આદેશ આપ્યો હતો.

આપણ વાંચો: આત્મહત્યાની ઘટનાઓ સતત વધી! કચ્છમાં આપઘાત અને અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત

ટ્રિબ્યુનલે અકસ્માતમાં મૃત્યુ પામેલા હેમંત સોનાવલે (28)ના પરિવારજનોને 21.4 લાખ રૂપિયા, જ્યારે મોટરસાઇકલ પર પાછળ બેઠેલા અને ગંભીર ઇજા પામેલા અતુલ દેસાઇને 12.56 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

જૂના પુણએ-મુંબઈ હાઇવે પર વાલવન બ્રિજ નજીક 31 જાન્યુઆરી, 2019ના રોજ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસે મોટરસાઇકલને ટક્કર મારતાં સોનાવલેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

આપણ વાંચો: ઉધમપુર નજીક રોડ અકસ્માત, પાંચ અમરનાથ યાત્રી ઘાયલ

લોનાવલા શહેર પોલીસે દાખલ કરેલા એફઆઇઆર અને ઘટનાસ્થળના પંચનામા પર ટ્રિબ્યુનલે આધાર રાખ્યો હતો, જેમાં સ્થાપિત થયું હતું કે કોઇ પણ સંકેજ આપ્યા વિના બસે અચાનક જમણો વળાંક લીધો હતો અને મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી હતી. બંને મોટરસાઇકલસવાર બસના ટાયર નીચે કચડાયા હતા.

સોનાવલેએ અચાનક બ્રેક મારી હોવાના એમએસઆરટીસીના દાવાને ફગાવી દેતા જજ મોહિતેએ અવલોકન કર્યું હતું કે સ્થળ પર પંચનામા એસટી બસના નિવેદનને સમર્થન આપતું નથી.

એવા કોઇ પુરાવા રેકોર્ડ પર નથી જે દર્શાવે છે કે બસના ડ્રાઇવરે વળાંક લેતી વખતે સંકેત આપ્યો હતો. સોનાવલે ટ્રાફિકના નિયમોને અનુસરીને મોટરસાઇકલ ધીમી ગતિએ, કાળજીપૂર્વક અને સાવધાનીથી ચલાવી રહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button