થાઈલેન્ડમાં એર- ઈન્ડિયાની ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ, આ છે કારણ

ફુકેટ: અમદાવાદના ગુરુવારે ક્રેશ થયેલી એર ઈન્ડિયા ફલાઈટમાં 241 લોકોના મોત થયા છે. ત્યારે આજે સવારે મુંબઇથી લંડન જતી ફલાઇટને ટેકનિકલ ખામી બાદ પરત મુંબઇ લેન્ડ કરાવવામાં આવી છે. આ દરમિયાન હવે થાઈલેન્ડના
ફુકેટમાં એર ઈન્ડિયાના એક વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. આ ફ્લાઈટ ફુકેટથી નવી દિલ્હી જઇ રહી હતી. પરંતુ બોમ્બની ધમકી મળ્યા બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
156 મુસાફરો સવાર હતા બધા સુરક્ષિત
મીડિયા અહેવાલ મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-379 ફુકેટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી. તેમાં 156 મુસાફરો સવાર હતા. પરંતુ ફ્લાઈટ ઉડાન ભર્યા પછી બોમ્બની ધમકી મળી હતી. આ પછી ફ્લાઈટ આંદામાન સમુદ્રની આસપાસ ફર્યા પછી પાછી આવી અને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. જોકે, એઓટી દ્વારા હજુ સુધી બોમ્બની ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી.
ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈમરજન્સી લેન્ડિંગ પછી મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બધા સુરક્ષિત છે.
આ પણ વાંચો…મુંબઈથી લંડન જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યું