શિવસેનાના વિધાનસભ્યો મુંબઈમાં મળ્યા, શિંદેને તમામ નિર્ણયો લેવાની સત્તા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

શિવસેનાના વિધાનસભ્યો મુંબઈમાં મળ્યા, શિંદેને તમામ નિર્ણયો લેવાની સત્તા

મુંબઈ: શિવસેનાના નવા ચૂંટાયેલા વિધાનસભા સભ્યોએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને રાજ્યમાં આગામી સરકારની રચના માટે સત્તાધારી મહાયુતિ સાથી પક્ષો સાથે વાટાઘાટો કરવા માટે અધિકૃત કર્યા છે. શિવસેના વિધિમંડળ દળની બેઠક રવિવારે સાંજે તેના તમામ નવા ચૂંટાયેલા સભ્યો મુંબઈ પહોંચ્યા બાદ થઈ હતી. સેનાના નેતા દીપક કેસરકરે કહ્યું કે મુખ્ય પ્રધાનપદના મુદ્દે કોઈ વિવાદ નથી.

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ ફરી બનશે મુખ્ય પ્રધાન?

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની શિવસેના, ભાજપ અને એનસીપીની બનેલી મહાયુતિએ શનિવારે 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતીને રાજ્યમાં સત્તા જાળવી રાખી હતી.

શનિવારે સાંજે મુખ્ય પ્રધાન શિંદેએ તેમની પાર્ટીની કાર્યકારી સમિતિ અને નવા ચૂંટાયેલા સભ્યોની ઓનલાઈન બેઠક યોજી હતી, જેમણે તેમને સાથી પક્ષો સાથે વાટાઘાટો કરવા માટે અધિકૃત કર્યા હતા, એમ પાર્ટીના એક પદાધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: અજિત પવાર પણ બની શકે છે મુખ્યમંત્રીઃ છગન ભુજબળે મમરો મૂક્યો…

શિવસેનાના નેતા દીપક કેસરકરે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે નવી સરકારને 25 નવેમ્બર સુધીમાં શપથ લેવાના છે કારણ કે 26 નવેમ્બરે વિધાનસભાની મુદત પૂરી થાય છે.

Back to top button