ઉત્સવ

સેક્સ વર્કર – પોલીસ ને કાયદો…

સર્વોચ્ચ અદાલતના એક ફરમાન પછી સમય આવી ગયો છે કે સ્વેચ્છાએ શરીર વેંચી આજીવિકા રળતી મહિલાઓની પણ ગરિમા અકબંધ રાખીને એમની પૂરતી સુરક્ષાની જવાબદારી પ્રશાસને નિભાવવી!

ત્રિકોણનો ચોથો ખૂaણો -વિક્રમ વકીલ

થોડા દિવસ પહેલાં સેક્સ વર્કર એટલે કે ગણિકા- કોલગર્લ કે એસ્કોર્ટ ગર્લ વિશે દેશની સર્વોચ્ચ ન્યાયાલયે એક સિમાચિહ્નરૂપી ચુકાદો આપ્યો છે. આ ચુકાદાની ખાસ નોંધ લેવામાં આવી નથી, પરંતુ દેશમાં સેક્સ વર્કર તરીકે કામ કરતી લાખો મહિલાને સુપ્રીમ કોર્ટના આદેશ પછી રાહતની લાગણી ન થાય તો જ નવાઈ.
સુપ્રીમ કોર્ટે બધા રાજ્યો અને કેન્દ્રશાસીત પોલીસને આદેશ આપ્યો છે કે વેશ્યાવૃત્તિ એક વ્યવસાય છે અને સેક્સ વર્કરોને પોલીસ બિનજરૂરી હેરાન ન કરે…. પોતાની મરજીથી ગણિકાનું કમ કરનારી મહિલા સામે પોલીસ કાર્યવાહી ન કરવી જોઈએ. ગણિકાને પણ દેશના કાયદા હેઠળ ગરિમા અને સમાન સુરક્ષા મેળવવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટનો આ આદેશ ઘણાં વર્ષો પહેલાં આવી જવો જોઈતો હતો. આપણે વારંવાર સમાચારો વાંચતા રહીએ છીએ કે કઈ રીતે પોલીસે કોઈ રહેઠાણ, હોટલ કે સ્પા પર દરોડા પાડીને કહેવાતું કૂટણખાનું ઝડપી
પાડ્યું. અહીંથી કેટલીક મહિલાઓ ધરપકડ કરીને સીધી પોલીસ સ્ટેશને લઈ જવામાં
આવે છે.
એમની સાથે મળેલા ‘ગ્રાહક’ને પણ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ જાણે કોઈ રીઢા આતંકવાદી ઝડપી પાડ્યા હોય એમ મીડિયાને બોલાવીને એમની તસવીરો પાડવામાં આવે છે.
આપણે વારંવાર વાંચીએ છીએ કે મસાજ સેન્ટરની આડમાં દેહવિક્રયનો ધંધો કરતી મહિલાને પકડીને જેલભેગી કરી દેવામાં
આવે છે.
દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓની કનડગત વર્ષોથી થતી આવી
છે. કેટલાક લોકો ગામઠી ભાષામાં કહે છે
કે જુગાર- વેશ્યાવૃત્તિ ને દારૂનું કહેવાતું
દૂષણ મહાભારતના સમયથી ચાલ્યું આવે
છે.
દુનિયાની કોઈ સરકાર કે સત્તા એને રોકી શકી નથી કે રોકી શકવાની પણ નથી. વિદેશના ઘણા દેશોએ વેશ્યાવૃત્તિને કાયદેસરતા બક્ષી દીધી છે.
યુરોપના કેટલાક દેશમાં તો ત્યા નોંધાયેલી ગણિકાઓને સરકાર તરફથી સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે અને એમની હેલ્થ બાબતે પણ સરકાર જ કાળજી રાખે છે.
દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશમાં પણ ગણિકાનો વ્યવસાય કરતી મહિલાને સરકાર તરફથી ઓળખપત્ર આપવામાં આવે છે. સમયાંતરે આ ગણિકાઓએ પણ પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરાવી, હેલ્થ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે.
શારીરિક રીતે રોગિષ્ટ ગણિકાઓનું
સર્ટિફિકેટ જે તે સરકાર રીન્યુ કરતી નથી. અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વિકસિત
દેશોમાં ગણિકાનો વ્યવસાય ‘એસ્કોર્ટ’ના નામે થાય છે.
કોઈ પુરુષ કામકાજ અર્થે બહારગામ ગયો હોય ત્યારે એ જેવો હોટલમાં ઉતરે કે તરત જ એને એસ્કોર્ટ સર્વિસના ફોન નંબર આપવામાં આવે છે.
પુરુષ ઇચ્છે તો એસ્કોર્ટ સર્વિસ પર ફોન કરીને પોતાની મનગમતી સ્ત્રીની કંપની મેળવી શકે છે. ‘કંપની’ના બદલામાં એણે વળતર ચૂકવવું પડે છે.
આપણા દેશમાં પણ પૌરાણિક સમયથી જ ગણિકા વ્યવસાયનું અસ્તિત્વ હતું એ
આપણે બધા જાણીએ જ છીએ. બંગાળની ભાગ્યે જ કોઈ નવલકથા એવી હશે કે જેમાં ગણિકા કે દેવદાસીનું પાત્ર ન હોય. ઘણા વર્ષો પહેલાં તો કેટલાક રાજ્યના અંતરળિયા વિસ્તારમાં દેવદાસીઓનો એક અલગ જ વિસ્તાર રહેતો.
રાતનો સમયે થાય ત્યાં આ દેવદાસીઓની મુલાકાતે ગામના સમૃદ્ધ પુરુષો આવતા
હતા. દેવદાસી પ્રથા વિશે પણ અનેક પુસ્તકો લખાયા છે.
આધુનિક સમયની જ વાત કરીએ તો મુંબઈ, બેંગ્લોર કે કલકત્તા જેવાં મહાનગરોમાં ડાન્સ બારની ચમક-દમક હતી. મુંબઈમાં તો ડાન્સ બારને સત્તાવાર પરવાનગી આપવામાં આવતી. આકર્ષક યુવતીઓ ત્યાં આધુનિક હિન્દી ફિલ્મના ગીતો પર એવા મદહોશ ડાન્સ કરતી હતી કે કેટલાક શોખીન જીવ તો એક રાતમાં ગમતી યુવતી પર લાખો રૂપિયાની રીતસર ધનવર્ષા કરતા…
જોકે ડાન્સ બારમાં કામ કરતી યુવતીઓ ભાગ્યે જ શરીર વેચવાનું કામ કરતી. મહારાષ્ટ્રની સરકારે ત્યાર પછી ડાન્સ બાર પર પ્રતિબંધ મૂકી દીધો એટલે બેકાર થઈ ગયેલી હજારો બાર બાળાએ ફરજિયાત વેશ્યા વ્યવસાય તરફ ફંટાઈ જવું પડ્યું.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એન. નાગેશ્ર્વર રાવ, બી. આર. ગવઈ અને એ. એસ. બોપન્નાની બેન્ચે સેક્સ વર્કર્સને સમાન અધિકારો આપવાનો આદેશ આપ્યો છે. આશા રાખીએ કે પોલીસ અને સત્તધીશો પોતાની મરજીથી શરીરસુખ વેંચીને પેટિયું રળતી ગણિકાઓની હેરાનગતિ કરવાનું બંધ કરશે.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave કેદારનાથ જાવ છો તો આ વાતનું ધ્યાન રાખજો Feeling Tired and Weak? Could Be a Vitamin B12 Deficiency A Taste of India: Exploring the Country’s Most Delicious Mango Varieties