ઉત્સવ

સેમિક્ધડક્ટર દિલ મૈં હો તુમ, સાંસો મેં તુમ…

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

ગુજરાત વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સૌથી વધારે જેના પર ફોક્સ હતું એ હતા સેમિક્ધડક્ટર…
ગુજરાતના આગણે કમ્પ્યુટરથી લઈને મોબાઈલ સુધીની ચીપ બનાવતી કંપનીઓને આવકારવા માટે સરકાર તરફથી પણ ઘણા પ્રયાસો થયા છે. હવે એ વાત નક્કી છે કે, ‘મેઈક ઈન ઈન્ડિયા’ ની સાથે ‘પ્રોડક્શન ઈન સ્ટેટ’ નું ઉદ્યોગ સાહસિકોનું સપનું સાકાર થશે. જો કે, વાસ્તવિકતા એ છે કે, પ્રોસેસર બનાવતી કંપનીઓ હવે એક નવી દિશામાં ખેડાણ કરી રહી છે. હાલમાં આનો આ પ્રાથમિક તબક્કો રહ્યો છે. પરસેવાની મહેનતથી અને પેશનની ઊર્જાથી એક નવા દ્વાર ખુલી રહ્યા છે. જેનું પરિણામ છે માઈક્રોચીપ ટેકનોલોજી. એ પણ પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન કર્યા વગર. મોબાઈલ અને કમ્પ્યુટર જગતમાં દિવસ ઊગે ને નવું શોધાય છે. જેટલા ફેરફાર રાજકીય લોબીમાં નથી થતા એટલે ટેકનોલોજીના વિશ્ર્વમાં થાય છે.

દુનિયાની પહેલી એવી ગ્રેફીન સેમિક્ધડક્ટર ચીપનો આવિષ્કાર થઈ ચૂક્યો છે. જે લાઈટ વેઈટ, કસ્ટમાઈઝેશન અને સ્પીડને કારણે જાણીતી થઈ છે. સિલિકોન ધાતુની તુલનામાં ગ્રેફીન વધારે ચડિયાતું એટલા માટે છે કારણ કે, અન્ય મશીન ડિવાઈસ સાથે સરળતાથી મેચ થઈ જાય છે. નેનો ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીની દિશામાં માત્ર કોમ્પ્યુટર કે મોબાઈલ જ એની એપ્લિકેશન નથી. આવનારા દિવસોમાં આ ચીપ ઓટોપાર્ટ સાથે મેચ થઈને એક નવી રિયલટાઈમ સિસ્ટમ પર કામ આવશે. અમેરિકાના નિષ્ણાતો જણાવે છે કે, પ્રોસેસરની દુનિયામાં ચીપ દેખાવમાં ભલે નાની હોય પણ તેનું કામ ઘણું મોટું છે. ગ્રેફીન સેમિક્ધડક્ટર ચીપ એક અલગ દુનિયામાં ડોકિયું કરવા ડિવાઈસના સહારે સૌને લઈ જશે એ નક્કી છે. અમેરિકાના ‘જોર્જિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ’માં રજૂ થયેલા એક સંશોધન પેપરમાંથી જાણવા મળ્યું હતું કે, આ કોઈ નવી શોધ નથી, પણ પાયાના સિદ્ધાંતોને સાથે રાખીને કોઈ પણ ડિવાઈસમાં રીયલટાઈમ સિસ્ટમ ક્નેક્ટ કરવા તરફનું પ્રથમ પગથિયું છે.

પ્રોસેસરની દુનિયામાં ચીપ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. ગ્રેફીન સેમિક્ધડક્ટર ટેકનોલોજી ખરા અર્થમાં એક સ્પીડના ફોર્સમાં એક અલગ ઊંચાઈને સિદ્ધ કરશે. સિલિકોનના બદલામાં ગ્રેફીનનો પ્રયોગ સફળ થયો છે. પણ હજુ ઘણા અખતરા કરવાના બાકી છે. સાદી ભાષામાં સમજીએ તો મોબાઈલ કે કોમ્પ્યુટર-લેપટોપમાં જેનાથી સ્પીડ આવે એ કામ સેમિક્ધડક્ટર ચીપ કરે છે. જેને રેમ કહેવાય અને રેમના આખા પેકેજમાં આવી ઘણી ચીપ રહેલી હોય છે. એક જાણ ખાતર સ્પષ્ટ કરું કે, દુબઈ અને અમેરિકામાં હાલમાં આઈ પ્રોસેસર ૧૪ જનરેશન આવી ગયું છે. આપણે ત્યાં હજુ ફાંફાં છે. ચીપની દુનિયામાં થઈ રહેલા પ્રયોગોમાં ગ્રેફીનનો ઉપયોગ મોટી સફળતા સાબિત થશે. આટલી વાત પછી એક સવાલ થશે કે, આ ગ્રેફીન છે શું? જવાબ છે.. ગ્રેફીન એ કાર્બનનો એલોટ્રોપ છે જેમાં ષટ્કોણ જાળીના નેનોસ્ટ્રક્ચરમાં ગોઠવાયેલા અણુઓના એક સ્તરનો સમાવેશ થાય છે. આ નામ “ગ્રેફાઇટ અને પ્રત્યય – યક્ષય પરથી ઊતરી આવ્યું છે, જે એ હકીકતને પુરવાર કરે છે કે કાર્બનના ગ્રેફાઇટ એલોટ્રોપમાં અસંખ્ય ડબલ બોન્ડ હોય છે. જેનો ડાયરેક્ટ ઉપયોગ ચીપ નિર્માણમાં થાય છે.

લિક્વિફાઈડ લાઈટ વિશે સાંભળ્યું છે? મોબાઈલમાં જે લાઈટ આવે છે એ મિની એલઈડી હોય છે. જેમાં ભરપૂર બ્લુ રે વેવને એમબેડ કરીને એક લાઈટ બીંબ મૂકવામાં આવે છે. પણ આઈફોન જેવા અતિ આધુનિક મોબાઈલમાં હવે લિક્વિફાઈડ લાઈટનો ઉપયોગ થાય છે. ગ્રેફીન સેમિક્ધડક્ટર નાના નાના સ્વીચીસ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. જેને જે તે ડિવાઈસ સાથે ક્નેક્ટ કરીને લાઈટ બેઝ મોડ્લ્યુલ બનાવી શકાય છે. ખાસ કરીને ટેબલેટમાં આનો ઉપયોગ વધુ થાય છે. બ્રિટનના માન્ચેસ્ટરમાં આવેલી નેશનલ યુનિ.ના પ્રોફેસર સારા હાઈક તો ત્યાં સુધી કહે છે, આવનારા સમયમાં લેપટોપ જેવા ડિવાઈસ આખા રંગબેરંગી લાઈટથી સજજ રહેવાના. કારણ કે, સર્કિટના માધ્યમથી લિક્વિફાઈડ લાઈટ કોમ્પ્યુટરના દરેક એરિયાને આવરી લેશે. ઓહો…આ વાત સાચી પડશે અને આવું લેપટોપ આવશે ત્યારે કેવી રંગીન દુનિયા આપણા હાથમાં હશે. ડિવાઈસના સ્વરૂપમાં…વિચાર તો કરો… ક્રેડિટ કાર્ડથી લઈને કાચના દરવાજા જે મોલમાં વ્યક્તિની આવ જા પર ઉઘડે અને બંધ થાય એ દરેકમાં એક ચોક્કસ આકારની ચીપ કામ કરે છે. પણ એની ચોક્કસ મર્યાદાને એટલા પૂરતા રાખી બીજા ડિવાઈસને જોઈન કરીને એક ડિવાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવે છે.
હાલમાં રિસર્ચ એ દિશામાં થઈ રહ્યું છે કે, એક જ પ્રકારના ડિવાઈસ માટે એક જ પ્રકારની ચીપ પાસેથી કેવી રીતે જુદા જુદા કામ લઈ શકાય. જેમ કે, ડેકોરેશન માટે આવતી દરેક એલઈડીમાં ચીપ કેપેસિટી વધારીને વધારે મોડલ્યુલ જોડી શકાય. સિલિકોન ઈલેક્ટ્રોનિક્સ વસ્તુને વધારે એનર્જી તથા સ્પેસ જોઈએ. જેને સમયાંતરે ઠંડા કરવા પડે. એટલે જ સર્વર જેવા મોટા ઉપકરણના સેટઅપ વખતે ચોવીસ કલાક માટે એસી ચાલુ રાખવામાં
આવે છે. આવી જ એક એપ્લિકેશન એટલે જે તે બેંકના એટીએમ,પણ ટ્રેજેડી એ છે કે એસી ચાલુ ન હોવું એ આપણે ત્યાં સામાન્ય છે..!

હા.. ગ્રેફીન આખી વસ્તુ અલગ છે. જેમાં કાર્બનનો ઉપયોગ ચોક્કસ પેટર્નમાં કરવામાં આવે છે. જેથી ધાતુનો વજન ઓછો હોવાથી ચીપ ફોરી બને છે. આનો ઉપયોગ કરવા પાછળનું કારણ એની મજબૂતી છે અને સરળ પ્રોગ્રામિંગ કરવાની પૂરી સ્પેસ
આપે છે.

આઉટ ઓફ ધ બોક્સ
નાનકડી ચીપ પણ મોટું કામ આપે છે. એટલે જીવનમાં કોઈ નાના કાર્યને ક્યારેય ઓછું ન આંકવું જોઈએ. સ્ક્રૂની મદદથી ભલભલા કદાવર પાટિયાને મજબૂતી મળતી હોય છે…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral