સંજય રાઉતનો શિંદે અને ભાજપ પર હલ્લા બોલ! સત્તાના નશામાં ભાન ભૂલ્યા શિંદે, ભાજપના કાવતરાને કારણે લોકતંત્રનો બની રહ્યો છે મજાક

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે 12 સાંસદને શિંદે જૂથમાં સામેલ થવાની જાહેરાત કરવા માટે આજે સવારે એટલે કે મંગળવારે દિલ્હી પહોંચ્યા છે અને આ દરમિયાન સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. વિદર્ભ અને મરાઠવાડાના લોકો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને મુખ્ય પ્રધાન સરકાર બચાવવા […]

Continue Reading

સંજય રાઉત: દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય રાજકીય નથી.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે 18 જુલાઇના રોજ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાના પક્ષના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે શિવસેનામાં ઘણા આદિવાસી કાર્યકરો છે. આદિવાસી કાર્યકરોએ આગ્રહ કર્યો. તેથી અમે દ્રૌપદી મુર્મુ ને સમર્થન આપવાનું નક્કી કર્યું. આદિવાસીઓ પ્રત્યેની સારી […]

Continue Reading

એકનાશ શિંદેની દિલ્હીની મુલાકાતથી સંજય રાઉત થયા લાલચોળ, કહ્યું- એકનાથ શિંદેના હાઇકમાન્ડ BJP, શિવસેનાનો કોઇ CM દિલ્હી નથી ગયો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે ભાજપના મુખ્યપ્રધાન છે. તેઓ પ્રધાનમંડળનું વિસ્તરણની ચર્ચા કરવા માટે દિલ્હી ગયા છે. એમના હાઇકમાન્ડ દિલ્હીમાં છે. શિવસેનાના હાઇકમાન્ડ મુંબઈના માતોશ્રીમાં છે. દિલ્હીશ્વરના આશીર્વાદથી જ એકનાથ શિંદેનું દરેક પગલું આગળ વધતુ દેખાય છે. શિંદે જૂથના 40 વિધાનસભ્ય તન મન ધનથી ભાજપમાં વિલીન થઇ ચૂક્યા છે. પ્રધાનમંડળના વિસ્તરણ માટે શિવસેનાનો કોઇ સીએમ દિલ્હી […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો! KDMCના 55થી વધુ શિવસેના Corporator શિંદે જૂથમાં થયા સામેલ

ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો વાગ્યો છે. કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના શિવસેનાના 55થી વધુ પાર્ષદ શિંદે જૂથમાં સામેલ થયાં છે. નોંધનીય છે કે થાણે પાલિકા પ્રશાસનના પણ 66 પાર્ષદ શિંદે જૂથમાં સામેલ થયા છે.

Continue Reading

ઉદ્ધવને વધુ એક ફટકો, શિંદે જૂથે જમાવ્યો થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપ્યો છે. વિધાનસભા બાદ ઉદ્ધવ ઠાકરેને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)માં પણ મોટો આંચકો લાગ્યો છે. ટીએમસીમાં શિવસેનાના 67 કોર્પોરેટર (નગરસેવક)માંથી 66 કોર્પોરેટર્સે શિંદે જૂથ સાથે હાથ મિલાવ્યો છે. જાણકારી અનુસાર આ તમામ 67 નગરસેવકોએ બુધવારે શિંદેની મુલાકાત લીધી હતી.

Continue Reading

એકનાથ શિંદેની કાંધ પર બંદૂક રાખી મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવ, સંજય રાઉતનો ગંભીર આક્ષેપ

શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એક વાર ભાજપ પર મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ભાજપને મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવું છે. એમ કરીને મુંબઇનું મહત્વ ઓછું કરવું છે. એ માટે તેમણે શિંદેના કાંધા પર બંદૂક રાખી દીધી છે. શિંદેએ સ્પષ્ટપણે રાજ્યની જનતાને જણાવવું […]

Continue Reading

સત્તા મળી, પણ શું તેમ છતા ખુશ નથી દેવેન્દ્ર ફડણવીસ?

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા રાજકીય ભૂંકપ શાંત પડ્યા છે. ભાજપના સમર્થનથી ગુરુવારે શિવસેનાના એકનાથ શિંદે મુખ્યપ્રધાન બની ચૂક્યા છે, જયારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે.
ચર્ચા થઇ રહી છે કે ફડણવીસ નારાજ છે. ફડણવીસની કથિત નારાજગીને ત્યારે બળ મળ્યું જયારે એમણે આજે ભાજપ કાર્યાલયમાં થનારી ઉજવણીનો બહિષ્કાર કર્યો છે. દરમિયાન નાયબ મુખ્યપ્રધાન બનવા પર મનસે પ્રમુખ રાજ ઠાકરેએ લખેલા શુભેચ્છા પત્રમાં ફડણવીસ માટે લખ્યું હતું કે મને એમ કે તમે જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પરત ફરશો.

Continue Reading

Inspiring success story છે… કંગના રણોટે CM એકનાથ શિંદેની કરી પ્રશંસા

Mumbai: અભિનેત્રી કંગના રણોટે મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદેને શુભેચ્છા આપી છે. એભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમાં લખ્યું હતું કે એક ઓટો રિક્ષા ડ્રાઇવરથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવા સુધીની સફર ખૂબ પ્રેરણાદાયક રહી.
કંગનાએ સોશિયલ મીડિયા સ્ટોરી પર એકનાથ શિંદેનો ફોટો શેર કરતા લખ્યુ છે કે ‘શું ઇનસ્પાયરિંગ સ્ટોરી છે…રોજગાર માટે ઓટો રિક્ષા ચલાવવાથી લઇને દેશના શક્તિશાળી વ્યક્તિ બનવા સુધીની કહાણી. શુભેચ્છા સર.

Continue Reading

મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં બહુમત સાબિત કરશે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈએ યોજાશે. 2 જુલાઈએ સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશન દાખલ કરવામાં આવશે, 3 જુલાઈએ સ્પીકરની ચૂંટણી યોજાશે અને 4 જુલાઈએ વિશ્વાસનો મત લેવામાં આવશે.

Continue Reading

NCPના શરદ પવારને લોકસભા ચૂંટણીમાં એફિડેવિટ માટે નોટિસ મળી

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે તેમને 2004, 2009, 2014 અને 2020ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાના સંદર્ભમાં આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. તેમણે નોટિસને ‘પ્રેમ પત્રો’ ગણાવી હતી.
“આજકાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે અને તેના પરિણામો દેખાઈ રહ્યા છે.

Continue Reading