મનોરંજન

લગ્ન બાદ રોમાન્સનું The End થઈ જાય છે, બચ્ચન પરિવારની ફીમેલ મેમ્બરે વ્યક્ત કર્યું દુઃખ…

બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતો જ હોય છે અને એનું કારણ એવું છે કે છેલ્લાં કેટલાક સમયથી આ બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું. એવામાં બચ્ચન પરિવારની ફીમેલ મેમ્બર દ્વારા જો લગ્ન બાદ રોમાન્સને લઈને કોઈ નિવેદન આપવામાં આવે ત્યારે તો મામલો પાછો ગરમાઈ જાય હેં ને? ચાલો તમને જણાવીએ કે આખરે બચ્ચન પરિવારની કઈ ફીમેલ મેમ્બરે આવું ચોંકાવનારું અને સ્ફોટક નિવેદન આપ્યું છે…

જયા બચ્ચન દ્વારા આ સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું છે. અહં… તમે વધારે વિચાર કરો એ પહેલાં તમને જણાવી દઈએ કે જયા બચ્ચને પોતાની દોહિત્રી નવ્યા નવેલીના પોડકાસ્ટ શો વોટ ધ હેલ નવ્યા-ટુને લઈને ચર્ચામાં છે અને તેના આ શોની સિઝન ટૂનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં નવ્યા સાથે માતા શ્વેતા અને નાની જયા બચ્ચન સાથે જોવા મળી રહી છે. આ શોમાં નવ્યા અનફિલ્ટર્ડ વાતો શેર કરે છે. ટ્રેલરમાં બચ્ચન પરિવારની ત્રણેય ફીમેલ મેમ્બર સાથે બેસીની વાતો કરતી જોવા મળે છે.

ટ્રેલરમાં નવ્યા પોતાની નાની જયા બચ્ચનને કહે છે કે શું તમને ખબર છે કે જયા ઈંગ નામનો એક શબ્દ છે? આ વાત સાંભળીને જયા હસી પડે છે અને કહે છે ઓહ… જ્યારે નવ્યાની માતા શ્વેતા કહે છે કે હું વિના સાંસ વાત કરું છું… જયા બચ્ચને કહ્યું હતું કે રોમાન્સ આઉટ ઓફ વિન્ડો હોય છે. લગ્ન બાદ જીવનમાંથી પ્રેમ આઉટ થઈ જાય છે અને ત્યાર બાદ જયાએ નવ્યાને કહ્યું કે આજકાલ તમે લોકો વાત-વાતમાં ગાળો બહુ આપો છો.

નવ્યાએ માતા શ્વેતાને કહ્યું કે હું તમારો સેન્સ ઓફ હ્યુમર સમજી ગઈ છું જેના જવાબમાં શ્વેતા કહે છે કે ના તું મારો સેન્સ ઓફ હ્યુમર નથી સમજી શકવાની. આખરે જયા જ કહે છે કે આ રૂમમાં ઘણી બધી સશક્ત અને સ્ટ્રોગ મહિલાઓ બેઠી છે.


તમારી જાણ માટે વોટ ધ હેલ નવ્યા સિઝન ટુ પહેલી ફેબ્રુઆરીના રિલીઝ થઈ રહી છે. નવ્યાએ ખુદ પોડકાસ્ટનો ટ્રેલર શેર કરતાં લખ્યું હતું આપણી ગમતી મહિલાઓ પાછી આવી ગઈ છે. તમારી જાણ માટે કે વોટ ધ હેલ નવ્યાની પહેલી સિઝનને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?