આમચી મુંબઈ

આરસીબી ભવિષ્ય યાનનો ૧૫મા વર્ષમાં પ્રવેશ

મુંબઇ: રોટરી ક્લબ ઓફ બોમ્બે (આરસીબી) તેમજ શૈક્ષણિક સહયોગી ‘વિદ્યા’ના સહયોગમાં ઘડી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બનાવતા અને ચારેકોરથી પ્રશંસા મેળવનાર આરસીબી ભવિષ્ય યાન પ્રોગ્રામ આજે (૧૦ ફેબ્રુઆરીએ) પંદરમા વર્ષમાં પ્રવેશ કરે છે.

આ અનોખા શૈક્ષણિક પ્રોગ્રામની શરૂઆત ૨૦૦૯માં થઈ હતી જ્યારે રોટરી ક્લબના એક નાનકડા ગ્રૂપને લાગ્યું કે યુવા વર્ગનો એક મોટો હિસ્સો સાક્ષર છે પણ શિક્ષિત નથી. મ્યુનિસિપલ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓમાંથી ૬૨ ટકા વિદ્યાર્થીઓ અધવચ્ચે ભણતર છોડી દે છે જે દેશના હિતમાં નથી. વિદ્યાર્થીઓને બોલચાલમાં વપરાતી અંગ્રેજી ભાષા- સ્પોકન ઈંગ્લિશ, કમ્પ્યુટર વાપરવાની તાલીમ તેમજ વરલીની એક મ્યુનિસિપલ સ્કૂલમાં વંચિત બાળકોને જીવનમાં આવતી સમસ્યા અને પડકારો સામે કઈ રીતે આગળ વધવું એ મુખ્ય ઈરાદો હતો. એર કન્ડિશન્ડ કમ્પ્યુટર રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો અને ભવિષ્ય યાન અથવા મિશન ટુ અ બ્રાઈટ ફ્યુચર નામ સાથે એ પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વિક્રમ સમયમાં આરસીબી દ્વારા આ પ્રોગ્રામનો વિસ્તાર છ મ્યુનિસિપલ શાળામાં કરવામાં આવ્યો હતો અને અન્ય રોટરી ક્લબો દ્વારા ત્રણ સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો હતો. વિષયો શીખવવા ઉપરાંત વિદ્યાર્થીઓને અનુભવથી જ્ઞાન મળે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રયાસને પગલે માનવ શક્તિ અંગે વિશ્ર્વભરમાં પ્રવાસ કરનાર જેસન લુઈસ, ઓસ્કર અવોર્ડ મેળવનાર હોલિવૂડ ડિરેક્ટર સ્ટીવન સ્પેન્ડર તેમજ ઈશિિીય મી જજ્ઞહયશહ નામની કંપનીના ડિરેક્ટર સ્ટીફન હેવ્ઝ સહિત કેટલાક મહાનુભાવો સાથે ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામના વાર્ષિક દિન સમારંભમાં તત્કાલીન પોલીસ કમિશનર ડી. શિવાનંદન, તત્કાલીન ચીફ સેક્રેટરી વી. રંગનાથન તેમજ વરુણ ધવન, કાજલ અગરવાલ, ડાયેના પેન્ટી અને ગુલશન ગ્રોવર જેવી સેલિબ્રિટીઓ વિદ્યાર્થીઓ સાથે સહભાગી થઈ વિચારોની આપ લે કરતી હતી. સંગીતકાર શંકર મહાદેવન નાણાં ભંડોળ ઊભા કરવાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત નૌકાદળના જહાજ, ઝલક દિખલા જા અને બિગ બોસ જેવા ટેલિવિઝન શો જોવા માટે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા. સીસીઆઈ જેવી નામાંકિત ક્લબમાં વિદ્યાર્થીઓને સેલિબ્રીટી ક્રિકેટ મેચમાં તેમ જ ક્રિસમસ પાર્ટીમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral