બોરસદમાં આભ ફાટ્યું: ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ, 11 પશુઓના મોત

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે આણંદ જિલ્લાના બોરસદમાં જાણે આભ ફાટ્યું હોય એમ ગુરૂવારની રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તોફાની વરસાદને પગલે 11 જેટલા પશુઓના મોત પણ થયા હતા. આણંદ જિલ્લામાં […]

Continue Reading

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: સુરત અને વલસાડમાં ભારે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે વલસાડ અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ તાલુકામાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. ત્યારે આજે સુરતમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી […]

Continue Reading

રવિવારે ગુજરાતના 138 તાલુકામાં થઇ મેઘમહેર: અમદાવાદમાં તોફાની વરસાદ, હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. રવિવારે રાજ્યના કુલ 138 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ઉમરપાડામાં 2.5 ઈંચ અને જાંબુઘોડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 1 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે. પહેલા વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદ શહેરને […]

Continue Reading

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદ, ત્યારે બીજી તરફ અમદાવાદમાં કાળઝાળ ગરમી

રાજ્યમાં હાલ વિવિધ પ્રદેશમાં અલગ અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિત નલિયામાં લોકો કાળઝાળ ગરમી અને બફારાથી હેરાન થઇ ગયા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે બીજી તરફ હવામાન […]

Continue Reading

બે દિવસ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં થશે મેઘ મહેર

કાળઝાળ ગરમીથી કંટાળેલા લોકો અને ખાસ કરીને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમના માટે ખુશીના સામચાર મળી રહ્યા છે. બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હાલ બે દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા […]

Continue Reading

છત્રી રેનકોર્ટ વગર બહાર નહીં નીકળતાં! શહેરમાં આ તારીખ સુધી પડશે મુશળધાર વરસાદ

Mumbai: શહેરમાં જૂન મહિનો અડઘો પૂરો થયા બાદ મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આ અંગે હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે મુશળધાર વરસાદની આગાહી આપી છે. મુંબઈ સહિત ઉપનગરમાં સોમવારથી એટલે કે આજથી અનેક ઠેકાણે સારો વરસાદ પડ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં ઉપનગરમાં 12.5 મિમી અને દક્ષિણ મુંબઈમાં 69 મિમી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યપં હતું.

Continue Reading

સુરતમાં મેઘ મહેર: વરાછા-લિંબાયતમાં ૨ કલાકમાં ૧ ઈંચ વરસાદ, ઉકાઈ ડેમની સપાટીમાં વધારો

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે. આજે વહેલી સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ માત્રામાં વરસાદ પડ્યો છે. સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે કલાકમાં ૧ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતા. વરસાદને પગલે લોકોને ગરમી અને બફારાથી રાહત […]

Continue Reading

18 જૂનથી મુંબઈમાં મેઘરાજા વરસશે! થાણે સહિત આ જિલ્લામાં થશે અનરાધાર વરસાદ, જાણો પ્રશાસને શું કરી છે તૈયારી

Mumbai: મુંબઈમાં પ્રી-મોનસૂન વરસાદ થયા બાદ લોકોને ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાહત આપે એવા સમાચાર આપ્યા છે.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 18 જૂનથી એટલે કે શનિવારથી કોંકણ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગોમાં મોનસુન સક્રિય થવાનું અનુમાન છે, જેને લીધે મુંબઈ સહિત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં જોરદાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે 20 જૂન સુધી યેલ્લો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

Continue Reading