ટોપ ન્યૂઝનેશનલવેપાર અને વાણિજ્ય

‘ભારત સમૃદ્ધ થતા પહેલા વૃદ્ધ થઇ જશે…’, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન

હૈદરાબાદ: ભારતીય અર્થતંત્ર અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે જો 2047 સુધી (અમૃત કાલ) સુધી ભારતનો વાર્ષિક સરેરાશ સંભવિત વિકાસ દર છ ટકા રહેશે, તો ભારત નિમ્ન મધ્યમ અર્થતંત્ર જ બની રહેશે. આ સિવાય ભારતનો ડેમોગ્રાફિક એડવાન્ટેજ પણ તે સમય સુધીમાં ખતમ થઈ જશે.

રઘુરામ રાજને શનિવારે હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે જો દેશ ઝડપી વિકાસ નહીં હાંસલ કરે, તો તે સમૃદ્ધ થતા પહેલા ‘વૃદ્ધ’ (વસ્તીની સરેરાશ ઉંમરની દ્રષ્ટિએ) થઈ જશે, જેનો અર્થ એ છે કે તે સમયે દેશન પર વિશાળ સંખ્યામાં વૃદ્ધ વસ્તીનો બોજ હશે.


રાજને જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં ભારતમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર 7.5 ટકાની આસપાસ રહ્યો છે અને શ્રમબળની ભાગીદારી પર નજર નાખીએ તો તે એકદમ ઓછો છે. જી20ના સભ્ય દેશોમાંથી મહિલાઓની ભાગીદારી સૌથી ઓછી છે.


તેમણે કહ્યું કે એક સમયે આપણા દેશની વસ્તી વૃદ્ધ થતી જશે, જે ચિંતાજનક પ્રશ્ન તરફ દોરી જાય છે જો આપણે ઝડપથી વૃદ્ધિ નહીં કરીએ, તો આપણે સમૃદ્ધ થતા પહેલા વૃદ્ધ થઈ જઈશું, જેનો અર્થ છે કે આપણા બધા પર વૃદ્ધ વસ્તીનો બોજો હશે.

તેમણે કહ્યું કે, ભારતીય અર્થતંત્રની વૃદ્ધિની સંભાવના આજે લગભગ છ ટકા વાર્ષિક છે. જો તમે ગણતરી કરો છો, તો વાર્ષિક છ ટકાના દરે અર્થતંત્ર 12 વર્ષે બમણું થશે અને તેથી 24 વર્ષમાં ચાર ગણું. ભારતમાં માથાદીઠ આવક $2,500 કરતાં થોડી ઓછી છે. ચાર વડે ગુણાકાર કરવાથી વ્યક્તિ દીઠ $10,000 થશે. તેથી જો તમે અમારા વર્તમાન વિકાસ દર પ્રમાણે ગણતરી કરો તો ભારત સમૃદ્ધ દેશ નહીં બની શકે. આપણે 2047 સુધી નિમ્ન મધ્યમ આવક ધરાવતો દેશ રહીશું.

રાજને કહ્યું કે વિકાસની વર્તમાન ગતિ શ્રમ દળમાં જોડાનારા તમામને રોજગાર આપવા માટે પૂરતી નથી. તેમણે કહ્યું કે કેટલાક વિકસિત દેશો સમૃદ્ધ બનતા પહેલા મૂલ્ય સાંકળને આગળ વધારવા માટે મેન્યુફેક્ચરિંગમાંથી સર્વિસઓ તરફ વળ્યા છે.


તેમણે કહ્યું કે આ દેશો મુખ્યત્વે સર્વિસ આધારિત અર્થવ્યવસ્થા છે. સમૃદ્ધ દેશોમાં, 70 ટકા કર્મચારીઓ સર્વિસ સેક્ટરમાં અને 20 ટકા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કાર્યરત છે. અને આવા દરેક દેશમાં પાંચ ટકા બાંધકામ અને કૃષિ ક્ષેત્રોમાં કાર્યરત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey