ગુજરાતના રાજ્યપાલને મળી નવી જવાબદારી, જાણો હવે શું કરશે?

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ મહરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સી. પી. રાધાકૃષ્ણનને ગુરુવારે રાજીનામું આપ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો ચાર્જ સોંપવામાં આવતા તેઓ બંને જવાબદારી એક સાથે વહન કરશે. આ નિમણૂક તાત્કાલિક અસરથી લાગુ થશે.
આપણ વાંચો: પ્રોટોકોલને પડતો મૂકીને ગુજરાતના રાજ્યપાલે એસટી બસમાં કરી મુસાફરી, કહ્યું લાંબા સમયની હતી ઈચ્છા…
મહારાષ્ટ્રના રાજ્યપાલે રાજીનામું આપ્યા પછી હવાલો સોંપ્યો
67 વર્ષીય રાધાકૃષ્ણન એનડીએના ઉમેદવાર હતા. તેઓ મંગળવારે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 152 મતથી વિજેતા બન્યા હતા. તેમણે બી સુદર્શન રેડ્ડીને હાર આપી હતી.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ સી. પી. રાધાકૃષ્ણને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે રાજીનામું આપ્યું હતું. જેના ફળસ્વરૂપે ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આપણ વાંચો: ગુજરાતના પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને Puducherryના ઉપ રાજ્યપાલ નિયુક્ત કરાયા
ગુજરાતના વીસમાં રાજ્યપાલ છે દેવવ્રત
આચાર્ય દેવવ્રત ગુજરાતના 20મા રાજ્યપાલ તરીકે 2019થી જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલા 2015થી 2019 સુધી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.
ગુજરાતમાં 22 જુલાઈ, 2019ના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા, જેમને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નિમણૂક કરી હતી, જ્યારે રાજ્યપાલ તરીકે પણ પાંચ વર્ષથી વધુ સમય થયો છે. જેઓ ગુજરાતના પહેલા એવા રાજ્યપાલ છે, જેમણે સૌથી વધુ સમય તરીકે રાજ્યપાલ રહ્યા છે.