સ્પેશિયલ ફિચર્સ

અબ તેરા ક્યા હોગા Paytm FASTag? જાણો RBIના નિર્ણય બાદ આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે…

Reserve Bank Of India દ્વારા Paytm સામે કડક કાર્યવાહી હાથ ધરીને Paytm Payment Bank Limitedની અમુક સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છ અને એમાં Paytm FASTagનો સમાવેશ પણ થાય છે. Fastagએ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે અને જો FASTag ન હોય ડબલ ટોલ ટેક્સ સુધીનો ચાર્જ ચુકવવો પડી શકે છે. પરંતુ RBI દ્વારા Paytm સામે લીધેલા આ પગલાંને કારણે લોકોને એવો સવાલ સતાવી રહ્યો છે કે 29મી ફેબ્રુઆરી બાદ ‘Paytm FASTag’નું શું થશે? પણ એ પહેલાં આપણે સમજીએ આખરે આરબીઆઈએ શું ચૂકાદો આપ્યો છે અને એની ગ્રાહકો પર શું અસર જોવા મળશે… આરબીઆઈ દ્વારા પેટીએમની પીપીબીએલ બ્રાન્ચની સર્વિસ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેને કારણે વર્તમાન યુઝર્સ પહેલી માર્ચ કે ત્યાર બાદ પેટીએમ વોલેટમાં નાણાં જમા નહીં કરી શકે. આવી પરિસ્થિતિમાં Paytm FASTagનો પણ ઉપયોગ પણ નહીં કરી શકાય કારણ કે પેટીએમ વોલેટમાં રહેલાં પૈસાથી જ Paytm FASTagનું પેમેન્ટ થાય છે. આ સિવાય હવે યુઝર્સ પેટીએમ પાસેથી લોન વગેરે પણ નહીં લઈ શકો.

પેટીએમ સામે આરબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી બાદ એવો સવાલ થાય છે કે, શું 29મી ફેબ્રુઆરી બાદ Paytm FASTag બંધ થઈ જશે? આરબીઆઈના દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં એકદમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, Paytm FASTagને રિચાર્જ અથવા ટૉપઅપ કરી શકાશે નહીં. પેટીએમની પેરેન્ટ્સ ફર્મ ઓન97 કોમ્યુનિકેશન લિમિટેડ દ્વારા સ્ટૉક એક્સચેન્જને એક રિલિઝ જારી કરીને સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જેમાં કંપનીએ જણાવ્યું છે કે, સેવિંગ એકાઉન્ટ, વૉલેટ, FASTag અને NCMC કાર્ડ પર આરબીઆઈના આ નિર્ણયની કોઈ પણ પ્રકારની અસર નહીં જોવા મળે. જોકે કંપનીનું FASTag કઈ રીતે કામ કરશે આ બાબતે કંપની દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

આરબીઆઈના આ નિર્ણય બાદ પેટીએમના સ્ટોકમાં 20 ટકાનું ગાબડું જોવા મળ્યું છે. ગઈકાલે એટલે કે બજેટના દિવસે કંપનીનો શેર રૂ.152.20 ઘટી રૂ.608 પર બંધ થયો હતો, જ્યારે એના એક દિવસ પહેલાં કંપનીનો શેર રૂ.761 પર બંધ થયો હતો. કંપનીનો શેર 52 અઠવાડિયામાં રૂ.516 નીચે, જ્યારે રૂ.998.30 ઉપર સુધી ટ્રેડ થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids…