‘આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ?’- અમદાવાદ શહેરમાં યુથ કોંગ્રેસે લગાવ્યા બેનરો

ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માની પયગમ્બર પર વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન આપવા બદલ રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ નામના દરજીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પકડાયેલા આરોપીઓના ભાજપના નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોંગ્રેસે આ આતંકવાદી કૃત્યના આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન હોવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે અમદાવદના વિવિધ વિસ્તારમાં ‘આ ભાજપનો રાષ્ટ્રવાદ […]

Continue Reading

નૂપુર શર્માની તસવીર Whatsapp સ્ટેટસમાં મૂક્યા બાદ ત્રીજી મિનિટે જ અમદાવાદના વકીલે મળી ધમકી

નૂપુર શર્માએ ટીવી ડિબેટ પર મહમ્મદ પયંગબર પર કરેલી અપમાનજનક ટીપ્પણી બાદ દેશમાં કોમી માહોલ તંગ બન્યો છે. નૂપુર શર્માને ટેકો આપવા બદલ ઉદયપુર અને અમરાવતીમાં થયેલી હત્યાઓ બાદ ડરનો માહોલ ફેલાયો છે ત્યારે નૂપુર શર્માનો ફોટો વોટ્સએપ સ્ટેટસ પર મુકતા અમદાવદના 33 વર્ષીય વકીલ કૃપાલ રાવલને ધમકી મળી હતી.

Continue Reading

બિહારમાં નૂપુરના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ મારપીટ:આરામાં 20-30 લોકોએ યુવકને ઢોરમાર માર્યો

ભાજપની ભૂતપૂર્વ પ્રવકતા નૂપુર શર્માના નિવેદનને લઇને થયેલો હોબાળો શાંત થવાનુ નામ લઇ રહ્યો નથી. હવે બિહારના ભોજપુર જિલ્લાના આરામાં પણ કેટલાક યુવકોએ દીપક નામના યુવકને જાનથી મારી નાખવાના ઇરાદેથી તેના પર હુમલો કર્યો હતો.

Continue Reading

સુપ્રીમ કોર્ટની નૂપુર શર્મા પર કરવામાં આવેલી ટિપ્પણીથી નારાજગી, 15 રિટાયર્ડ જજ સહિત 117 રિટાયર્ડ અધિકારીએ ઉઠાવ્યો અવાજ

ભડકાઉ નિવેદનને લઇને સુપ્રીમ કોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માની ગયા અઠવાડિયે ઝાટકણી કાઢી હતી. હવે તેની વિરુદ્ધ દેશના 117 હસ્તીઓએ નિવેદન જાહેર કરીને સુપ્રીમ કોર્ટના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. 15 રિટાયર્ડ જજ, 77 રિટાયર્ડ બ્યુોરક્રેટ અને 25 રિટાયર્ડ આર્મ્ડ ફોર્સના અધિકારીઓ સહિત કુલ 117 હસ્તાક્ષરકર્તાઓએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે માનનીય સુપ્રીમ […]

Continue Reading

Maharashtra: અમરાવતીમાં ઉદયપુર જેવી ઘટના! કેમિસ્ટનું ગળું કાપી નાખ્યું, NIAની ટીમ તપાસ માટે પહોંચી

મહારાષ્ટ્રના અમરાવતીમાં22 જૂને  એક આધેડનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ કેસમાં અમરાવતી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. સૂત્રોએ  જણાવ્યા અનુસાર મૃતક મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને નુપુર શર્માને સપોર્ટ કરતો હતો. વ્યક્તિનું નામ ઉમેશ કોલ્હે છે. હુમલાખોરોએ કોલ્હે પર હુમલો કરીને તેમનું ગળું કાપી નાખ્યું હતું.

Continue Reading

નુપુર શર્માને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કહ્યુ તમારા નિવેદનથી દેશની શાંતિ જોખમાઇ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે ભાજપના નેતા નુપુર શર્મા ‘જવાબદાર’ છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને પયગંબર મોહમ્મદ પયગંબર વિરુદ્ધની અપમાનજનક ટિપ્પણી માટે દોષિત ઠેરવતા કહ્યું કે તેમણે આખા દેશની માફી માંગવી જોઈએ. નુપુર શર્માના મોહમ્મદ પયગંબર વિશેની ટિપ્પણીથી આખા દેશમાં આગ લાગી હતી. તેમના નિવેદનને કારણે ખાડી […]

Continue Reading

ઉદયપુરમાં હિંદુ દરજીના હત્યારાઓ પાક ઉગ્રવાદી જૂથ દાવત-એ-ઈસ્લામી સાથે કનેક્શન

રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે લઘુમતિ સમુદાયના બે શખસે કન્હૈયાલાલ નામના દરજીની હત્યા કરી હતી. આ ભયંકર હત્યાને કારણે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવમાં વધારો થયો છે અને પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે મોહમ્મદ રિયાઝ અને ઘૌસ મોહમ્મદ તરીકે ઓળખાતા બે ગુનેગારોએ કન્હૈયાલાલની હત્યા કરી હતી.

Continue Reading

‘આરોપીને ફાંસી આપો, આજે તેણે અમને માર્યા છે, કાલે બીજાને મારી નાખશે’ – ટેલર કન્હૈયાલાલની પત્નીએ કરી વિનંતી

નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે મોતને ઘાટ ઉતારવામાં આવેલા દરજી કન્હૈયાલાલ સાહુનો મૃતદેહ ઉદયપુરમાં ઘરની બહાર નીકળતાની સાથે જ તેની પત્ની યશોદા રડી પડી હતી. તેણે તેના પતિની હત્યા કરનાર આરોપીને ફાંસીની માંગ કરી હતી. તેણે કહ્યું કે, આરોપીને ફાંસી આપો, આજે તેણે અમને માર્યા છે, કાલે બીજાને મારી નાખશે

Continue Reading

Udaipur Tailor Murder Case: Bollywood ભડક્યું, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી

Udaipur: રાજસ્થાનના ઉદયપુરમાં ટેલરની નિર્મમ હત્યાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આરોપીઓએ સોશિયલ મીડિયા પર ઘટના સંબંધિત વીડિયો પોસ્ટ કર્યા હોવાથી લોકો રોષે ભરાયા છે. હાલમાં રાજ્યભરમાં ધારા 144 લગાવવામાં આવી છે આ સાથે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. બોલીવૂડના કલાકારોએ પણ આ ઘટનાની નિંદા કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Continue Reading

ઉદયપુર કિલીંગઃ ઉદયપુરમાં કન્હૈયા લાલની ઘાતકી હત્યા પર મમતા બેનર્જીનું નિવેદન, જાણો શું કહ્યું

મંગળવારે, 28 જૂનના રોજ, રાજસ્થાનના ઉદયપુરમાં, ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટથી ગુસ્સે થયેલા બે લોકોએ એક દરજીની નિર્દયતાથી હત્યા કરી હતી. ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ હત્યારાઓએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ ઘટના બાદ ઉદયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં તણાવનો માહોલ છે.

Continue Reading