ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

NRIને પરણીને વિદેશ સ્થાયી થયેલી 5000થી વધુ મહિલાઓની ફરિયાદો મળી: વિદેશ મંત્રાલય

નવી દિલ્હી: જીવનધોરણ સુધારવાની આશામાં પોતાનું વતન છોડીને પરદેશ વસવાટ કરનારા લોકોની આપણે ત્યાં કોઇ ઉણપ નથી. દાયકાઓથી અનેક ભારતીયો વિદેશની વાટ પકડીને ડોલરના વરસાદમાં ન્હાતા થઇ જવાની લાલચે હજારોની સંખ્યામાં સ્થળાંતર કરી જતા હોય છે, આ ભારતીય વિદેશીઓને જોઇતી હોય છે દેશી દુલ્હનો, અને આ દુલ્હનો પણ પરદેશના મોહને પગલે હોંશેહોંશે તેમને પરણવા તૈયાર થઇ જાય છે. પરંતુ જ્યારે પારકી ધરતી પરની વાસ્તવિકતા તેમને સમજાય ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.

દેશમાં હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. 15 ડિસેમ્બરે યોજાયેલી પ્રશ્નોત્તરીમાં NRIને પરણેલી ભારતીય મહિલાઓ વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી. ભારતના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર જાન્યુઆરી 2020થી ઓક્ટોબર 2023ના સમયગાળા દરમિયાન NRIને પરણેલી 5339 ભારતીય મહિલાઓની ફરિયાદો ભારતના વિદેશખાતાને મળી હતી. ફક્ત 2023ની જ વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં NRI સાથે લગ્નના કારણે વિદેશ જઇને વસેલી 1187 મહિલાઓની લગ્નસંબંધી અલગ અલગ બાબતોને લઇને ફરિયાદો મળી છે.

ભાજપ સાંસદ રક્ષા ખડસે દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું ભારત સરકારને NRIને પરણીને વિદેશ જઇ વસેલી પરિણીત ભારતીય મહિલાઓ તરફથી વૈવાહિક સમસ્યાઓને લગતી ફરિયાદો મળી છે? છેલ્લા 3 વર્ષની અંદર કેટલી અને કેવા પ્રકારની સમસ્યાઓ અંગે ફરિયાદો મળી છે.

આ પ્રકારના કેસ મોટી સંખ્યામાં પેન્ડિંગ છે કે કેમ, ન્યાયપ્રણાલીમાં વિલંબને કારણે ત્યાં રહેતી મહિલાઓ માટે જીવન વધુ સંઘર્ષમય બની રહ્યું છે? આંતરરાષ્ટ્રીય કાયદા અને વ્યક્તિગત કાયદાની આંટીઘૂંટીમાં ફસાઇને મહિલાઓને વધુ હેરાનગતિ થઇ રહી છે? આ માટે સરકારે શું પગલા લીધા છે?

આ સવાલોના જવાબમાં વિદેશ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન વી મુરલિધરને જણાવ્યું હતું કે બિનનિવાસી ભારતીયોને પરણેલી ભારતીય મહિલાઓના રક્ષણના સંદર્ભમાં સરકારે ભૂમિકા ભજવી છે.

મહિલાઓનો તેમને પરણનારા NRI યુવકો દ્વારા વિદેશની ધરતી પર જ ત્યાગ, તેમની સાથે ઘરેલું હિંસા, તેમનું શોષણ સહિતના અન્ય વૈવાહિક વિવાદોના મુદ્દાઓને ઉકેલવા માટે સરકારે ઘણા પગલાં લીધાં છે. આવી ભારતીય મહિલાઓને કાયદાકીય સમસ્યાઓ અંગે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેવું પ્રધાન વી મુરલિધરને જણાવ્યું હતુ.

MEA ના પ્રતિભાવમાં જણાવાયું છે કે મંત્રાલયના પોર્ટલ MADAD (MEA in Aid of Diaspora in Dress), CPGRAMS (Centralized Public Grievance Redress and Monitoring System), અને સોશિયલ મીડિયા દ્વારા પીડિત ભારતીય મહિલાઓને ઓનલાઇન દૂતાવાસની સહાય પૂરી પાડવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઉનાળામાં પરસેવાને કારણે આવે છે શૂઝમાંથી દુર્ગંધ? Date of First Solar Eclipse and Its effects on these Zodiac Signs Tennis Star Djokovic Teases New Coach Announcement Bollywood actresses who fell in love with cricketers