ટોપ ન્યૂઝનેશનલ

Cheetah cubs video: કુનો નેશનલ પાર્કમાંથી મળી ખુશખબર, નામીબિયન ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો

નવી દિલ્હી: આફ્રિકાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા ચિત્તામાંથી અત્યાર સુધીમાં 10ના મોત થઇ ચુક્યા છે, જેને કારણે આ સમગ્ર પ્રોજેક્ટ પર સવાલ ઉભા થયા છે, આ વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે.

કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે આ માહિતીની પુષ્ટિ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ‘કુનોના નવજાત બચ્ચા! જ્વાલા નામની નામીબિયન ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. નામીબિયન ચિત્તા આશા એ બચ્ચાને જન્મ આપ્યાના થોડા અઠવાડિયા પછી જ ખુશ ખબર મળી છે. દેશભરના તમામ વન્યજીવન ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓ અને વન્યજીવ પ્રેમીઓને અભિનંદન. ભારતનું વન્યજીવન ખીલતું રેહે…’

આ પહેલા 16 જાન્યુઆરીના રોજ કુનો નેશનલ પાર્કમાં નામીબિયાના ચિત્તા શૌર્યનું મૃત્યુ થયું હતું. વર્ષ 2022માં વડા પ્રધાન મોદીના જન્મ દિવસે આફ્રિકન ચિત્તાને વન્ય પરિસરમાં છોડ્યા બાદ આ 10મું મૃત્યુ હતું. ચિત્તાના મોતનું ચોક્કસ કારણ વન વિભાગે તાત્કાલિક સ્પષ્ટ કર્યું ન હતું. ટ્રેકિંગ ટીમને જાણવા મળ્યું હતું કે નર ચિત્તો બરાબર ચાલી શકતો ન હતો, ત્યારબાદ તેને બેભાન કરીને સાજો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા ન મળી. આ પહેલા 3 જાન્યુઆરીએ કુનો નેશનલ પાર્કમાં નામિબિયન ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…