મહારાષ્ટ્રના નાસિકમાં મુસ્લિમ ધર્મ ગુરુની ગોળી મારી હત્યા, હુમલાખોર ફરાર

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલા તાલુકામાં મુસ્લિમ ધર્મગુરુની હત્યાનો મામલો સામે આવ્યો છે. સૂફી સંત ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેઓ યેવલામાં સૂફી બાબા તરીકે જાણીતા હતા. આ 35 વર્ષીય સુફી બાબા મૂળ અફઘાનિસ્તાનના રહેવાસી હતા. હત્યાની આ ઘટના યેવલા તાલુકાના ચિચોંડી MIDC વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર 4 લોકોએ […]

Continue Reading

અમરાવતી હત્યાકાંડ: કેમિસ્ટ ઉમેશની હત્યાના આરોપી યૂસુફ સાથે હતી મિત્રતા, અંતિમસંસ્કારમાં પણ સામેલ થયો હતો

મહારાષ્ટ્રના અમરાવતીમાં જેની હત્યા કરવામાં આવી એ ઉમેશ કોલ્હેના નાના ભાઇ મહેશ કોલ્હેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મહેશે કહ્યું છે કે હત્યાના આરોપીમાં સામેલ યૂસુફ મારા ભાઇ ઉમેશનો નજીકનો મિત્ર હતો. યૂસુફ તેના અંતિમસંસ્કારમાં પણ સામેલ થયો હતો. ઉમેશ અને યૂસુફનું એકબીજાના ઘરે આવવા જવાનું પણ થતુ હતું. ઉમેશનો વેટરનરી કેમિસ્ટનો કારભાર હતો, જયારે મુખ્ય […]

Continue Reading

Amravatiના પોલીસ કમિશ્નરને પદ પરથી હટાવવામાં આવે! MP નવનીત રાણાએ ગૃહ પ્રધાન અમિત શાહને લખ્યો પત્ર

Amravati: અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana ) અને તેના એમએલએ પતિત રવિ રાણાએ અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાને ઉદયપુરમાં થયેલી દરજીની હત્યા જેવી ગણાવી છે. રાણા દંપતિનો દાવો છે કે આ કેસને દબાવવા માટે પોલીસે ખોટી દિશામાં તપાસને આગળ વધારી છે. આ અંગેની ફરિયાદ કરતા નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને […]

Continue Reading

કન્હૈયાલાલ હત્યાંકાંડ મામલે કોંગ્રેસનો દાવો! આરોપી રિયાઝનું ભાજપ સાથે કનેકશન, ભાજપે પણ આપી પ્રતિક્રિયા

Udaipur: ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની બે મુસ્લિમ યુવકો દ્વારા કરવામાં આવેલી હત્યા મામલે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસે (Congress) કન્હૈયાલાલની હત્યાના મુખ્ય આરોપી રિયાઝ અટારીનું કનેક્શન ભાજપના નેતાઓ સાથે જોડ્યુ છે. કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને દાવો કર્યો છે કે રિયાઝ અટારી રાજસ્થાનમાં ભાજપના કદાવર નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગુલાબ ચંદ કટારિયાના અનેક […]

Continue Reading

Maharashtra: અમરાવતીમાં ઉદયપુર જેવી ઘટના! કેમિસ્ટનું ગળું કાપી નાખ્યું, NIAની ટીમ તપાસ માટે પહોંચી

મહારાષ્ટ્રના અમરાવતીમાં22 જૂને  એક આધેડનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ કેસમાં અમરાવતી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. સૂત્રોએ  જણાવ્યા અનુસાર મૃતક મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને નુપુર શર્માને સપોર્ટ કરતો હતો. વ્યક્તિનું નામ ઉમેશ કોલ્હે છે. હુમલાખોરોએ કોલ્હે પર હુમલો કરીને તેમનું ગળું કાપી નાખ્યું હતું.

Continue Reading

ઉદયપુરમાં હિંદુ દરજીના હત્યારાઓ પાક ઉગ્રવાદી જૂથ દાવત-એ-ઈસ્લામી સાથે કનેક્શન

રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે લઘુમતિ સમુદાયના બે શખસે કન્હૈયાલાલ નામના દરજીની હત્યા કરી હતી. આ ભયંકર હત્યાને કારણે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવમાં વધારો થયો છે અને પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે મોહમ્મદ રિયાઝ અને ઘૌસ મોહમ્મદ તરીકે ઓળખાતા બે ગુનેગારોએ કન્હૈયાલાલની હત્યા કરી હતી.

Continue Reading

‘આરોપીને ફાંસી આપો, આજે તેણે અમને માર્યા છે, કાલે બીજાને મારી નાખશે’ – ટેલર કન્હૈયાલાલની પત્નીએ કરી વિનંતી

નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે મોતને ઘાટ ઉતારવામાં આવેલા દરજી કન્હૈયાલાલ સાહુનો મૃતદેહ ઉદયપુરમાં ઘરની બહાર નીકળતાની સાથે જ તેની પત્ની યશોદા રડી પડી હતી. તેણે તેના પતિની હત્યા કરનાર આરોપીને ફાંસીની માંગ કરી હતી. તેણે કહ્યું કે, આરોપીને ફાંસી આપો, આજે તેણે અમને માર્યા છે, કાલે બીજાને મારી નાખશે

Continue Reading

ઉદયપુર કિલિંગઃ ટેલરની ઘાતકી હત્યા પર ડચ સાંસદ ગુસ્સે થયા, કહ્યું- ભારત ઇસ્લામિક દેશ નથી, હવે રોકો…

ટીવી ડિબેટ દરમિયાન મોહમદ પયગંબર પર વિવાદીત ટિપ્પણી કરવા બદલ દેશભરમાં વિરોધનો સામનો કરી રહેલા નૂપુર શર્માને ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ટેકો આપ્યો હતો. તેઓ નેધરલેન્ડના જમણેરી નેતા છે, જેમણે અનેક પ્રસંગોએ હિન્દુત્વના સમર્થનમાં ટ્વિટ કર્યું છે.
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાને લઈને સમગ્ર દેશમાં તણાવનો માહોલ છે.

Continue Reading

ઉદયપુરમાં દરજીની હત્યાને ઇસ્લામિક જાણકારો અને સંસ્થાઓએ વખોડી કાઢી, જાણો કોણે શું કહ્યું

ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલાની નિર્મમ હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હત્યાકાંડને કારણે સમગ્ર ઉદયપુરમાં તણાવનો માહોલ પ્રવર્તી રહ્યો હતો. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પકડાયેલા બંને આરોપીઓની આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક હોવાનું બહાર આવતા આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. ઇસ્લામના નામ પર થયેલી […]

Continue Reading

પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ ભર રસ્તે ચાકુથી કર્યો હુમલો અને પછી જે થયું…

Mumbai: મુંબઈના તિલકનગરમાં એ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ રવિવારે મોડી રાત્રે ચાકુના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર મૃતક દિપાલી જાવળેનો પતિ સંતોષ (40) અવારનવાર તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને આ કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતાં.

Continue Reading