આમચી મુંબઈ

‘મુંબઈ સમાચાર’ની રંગોળી હરીફાઈને મળ્યો બહોળો પ્રતિસાદ

બેસ્ટ રંગોળી: મુંબઈ સમાચારની રંગોળી સ્પર્ધામાં રાજેન્દ્ર ચિંદરકર પ્રથમ વિજેતા બન્યા હતા.

મુંબઈ: દિવાળીમાં દરેક ઘરમાં અવનવી રંગોળી જોવા મળતી હોય છે. રંગોળીની ડિઝાઈન એ એક સુંદર અને સાંસ્કૃતિક ભારતીય કલા છે, જે વિવિધ તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન ઘર અથવા ઘરના પ્રવેશદ્વારની સામે બનાવવામાં આવતી હોય છે. દિવાળી પર ઘરમાં આવનાર દરેક મહેમાનનું સૌથી પહેલું ધ્યાન રંગોળી તરફ જ જતું હોય છે. દિવાળીના દિવસોમાં ઘરમાં પ્રવેશ કરવાના સ્થળ પાસે રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં આવે છે. રંગોળી બનાવનારા કલાકારો માટે આવું જ સ્થાન લઇને આવ્યું હતું મુંબઈ સમાચાર.

‘મુંબઈ સમાચાર’ આયોજિત બચુભાઈ શામજીભાઈ ટ્રસ્ટ (દિનેશ ઝાલા, બોરીવલી)ના સહયોગથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોને આસાન થઇ રહે એ માટે રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારાઓને કોઇ મુશ્કેલી ન પડે એ માટે રંગોળી સ્પર્ધકોને તેમની રંગોળી બનાવતો વીડિયો ઉતાર્યા બાદ રંગોળી તૈયાર થઇ જાય એવો ફોટો મુંબઈ સમાચારને તેના વ્હોટ્સઅપ નંબર પર મોકલવાનો હતો. રંગોળી સ્પર્ધાને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. મુંબઈ જ નહીં દેશના ખૂણે ખૂણેથી રંગોળી બનાવીને સ્પર્ધકોએ તેમનું કૌશલ્યું દાખવ્યું હતું.

મુંબઈ સમાચાર દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધાનો અંતિમ દિવસ ૧૨મી નવેમ્બર બપોરે ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો, પણ સ્પર્ધકોની રંગોળી મોડી રાતે ૯ વાગ્યા સુધી આવી હતી. મુંબઈ સમાચાર અને તેમના જજો દ્વારા તમામ સ્પર્ધકોને ન્યાય આપવામાં આવ્યો હતો. અમારા છ જજો મનીષા શેઠ, પુનીતા હીરાની, નેહા સોની, નીલમ સોની, મીરા ઝાલા અને નિધિ પંડ્યાએ મોડી રાત માનદસેવા આપીને બેસ્ટ રંગોળીને ન્યાય આપ્યો હતો. જજો દ્વારા પસંદગી પામેલા વિજેતાઓનાં નામ આ રહ્યાં.

રોકડ વિજેતાઓનાં નામ
પ્રથમ ઈનામ : રાજેન્દ્ર ચિંદરકર
બીજું ઈનામ : ભાવના નેગાંધી
ત્રીજું ઈનામ : ધારા મહેતા
ચોથું ઈનામ : ઈશિકા નરસિંહ ગોઠી

પાંચમું ઈનામ : સંગીતા નાગર

પૈઠણી સાડીનાં
વિજેતાઓનાં નામ

ફાલ્ગુની ચંદુ ગોઢકિયા, ડૉ. ખુશ્બુ એસ. શાહ, મનીષા ઉદાણી, પૂજા શાહ, ન્યાસા પ્રફુલ્લ ચાર્લા, વીણા તાલ, કિંજલ ચિંતન ઠક્કર, તોરલ અલ્પેશ દોશી, મીતા દોશી અને સ્નેહા શાહ

જ્યુરી સ્પેશિયલ અને ટ્રોફીનાં વિજેતાઓનાં નામ

હિમાંશી જિજ્ઞેશ ગઢિયા, જિંકલ કુશલ શાહ, અનેરી શાહ, વિધિ વિપુલ ઉપાધ્યાય, અનીતા તાંબે, દક્ષા આશર, નિશા હિતેશ શાહ, ઈલા ઉદેશી, સપના ધર્મેન્દ્ર ઠક્કર, નીતા પટેલ, ભારતી કાંતિલાલ વાઘેલા, માનસી છેડા, ભક્તિ મહેતા, વૈશાલી વી. જુઠાણી, નીલમ વિજય સરાફ, ઉન્નતિ ટેલર, દિયા મિસ્ત્રી, હીના મહેશ સાકરિયા, પૂજા સંઘવી, પંચશીલા પગારે, જલ્પા યોગેશ પટેલ, સરયુ ધીરેન માલદે, સુવર્ણા વ્યાસ, જ્યુથિકા ભાટિયા, સ્વરાંગી સાવંત, દીપ્તિ દોશી, નેહા સુથાર, ઉર્મી શાહ, હીના નીરવ પટેલ, ઉન્નતિ દોશી, પ્રિયંકા, દીક્ષિતા નરેશ પટેલ, પલ્લવી ભારડિયા, અસ્મી પીયૂષ દેઢિયા, પૂર્વી શાહ, રિંકી બી. ગાલા, સેજલ વિરલ સાવલા, કાવ્યા છેડા, સોનાલી વી. ઝવેરી, મોના ભાવેશ શેઠ, છાયા મહેતા, મહેક પટેલ, શ્રેયા પ્રણય રૂપારેલિયા, અનેરી ચેતન ગાંધી, સુરભિ દિવ્યેશ પટેલ, અર્ચના પરમાર, દિવ્યા એન. વાલોદરા, નિશા સમીર શાહ, સંજીવ શાહ, જિજ્ઞા ઓઝા, શૈલા આશર, તેજલ ગાલા, વીનિતા દવે અને ભાવના રાંદેરિયા, નુપૂર અજમેરા, જયશ્રી શાહ, મેઘા જિગર દેઢિયા, ભક્તિ એમ. ગાંધી, ચંચલ ખેમચંદ ખોરવાલ, વૈશાલી ઠક્કર, માલતી વાલા, પૂર્વી શાહ, દૃષ્ટિ દેસાઈ, રાશિ વોરા, તૃપ્તિ સાવલા, મહેન્દ્ર જી. શાહ, અમી વિજય સાવલા, પલ્લવી ધીરેન્દ્ર શાહ, અંજના જિતેન્દ્ર નારકર, જયશ્રી હિવારકર, નીલા લીલાની, યસ્વી સત્રા, ભૂમિ વિમલ મિશ્રા, નૈના ખારોટે, અનવિતા ચિંચલકર, વિધિ શાહ, પ્રિયા અજય પટેલ, માનસી મહેતા, જાગૃતિ કાંતિભાઈ સોંડીગડા, વૈશાલી ઠક્કર, અંજના દોશી, રિતિશા, હેલી ભટ્ટ, અર્ચના બોરકર, ભાવના ભેદા, દર્શના રાવલ, તાન્યા કાળેકર, મહેર હિતેશ પટેલ, પિંકી વોરા, ડૉ. વૃષ્ટિ પી. સોલંકી, રીમાક્ષી જોશી, આનલ શાહ, પલક શાહ, દીપિકા અશોક માને, અંજના મૌલિક દોશી, રિંકી બી. ગાલા, દેવ પીયૂષ દોશી, હિલોની દોશી, વર્ષા ભાવેશ દત્તાણી.

તમામ સ્પર્ધકો અને વિજેતાઓએ આજે સાંજે ચાર વાગ્યે ‘મહાવીર બેન્ક્વેટ’ પંચશીલ આર્કેડ બિલ્ડિંગ, પહેલો માળ, મહાવીર નગર,
ડી-માર્ટની સામે, કાંદિવલી (પશ્ર્ચિમ) ખાતે આવી જવાનું રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Lakme Fashion Week 2024: Showstopper Highlights આવી લકઝરી લાઈફ જીવે છે TMKOCની બબીતાજી Nora Fatehiનો એથનિક લૂક જોયો? એક લગ્નમાં હાજરીના Orry કેટલા લે છે?