મુંબઇના આ વિસ્તારમાં દીપડો જોવા મળતા ભયનો માહોલ

જંગલોનું પ્રમાણ જેમ જેમ ઘટતું જાય છે તેમ તેમ વન્ય જીવના રહેણાક વિસ્તારોમાં આવીને હુમલા કરવાની ઘટનામાં પણ વધારો થતો જાય છે. મુંબઇના આરે કોલોની વિસ્તારમાં પણ ઘણી વાર દીપડો જોવા મળે છે. તાજેતરમાં જ ગોરેગાંવના આરે જંગલ વિસ્તારમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યો હોવાથી લોકો ગભરાઈ ગયા છે. રાત્રીના સમયે દીપડો કેમેરામાં કેદ થયા […]

Continue Reading

ડોંબિવલીમાં વેપારીનું અપહરણ કરી ₹ ૫૦ લાખની ખંડણી માગી

થાણે: ડોંબિવલીમાં વેપારીનું અપહરણ કર્યા બાદ તેના છુટકારા માટે રૂ. ૫૦ લાખની ખંડણી માગવા પ્રકરણે પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી. માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે પ્લાયવૂડની દુકાન ધરાવનારા હિંમત નાહરનું બુધવારે અપહરણ કરવામાં આવ્યું હતું. વેપારીનો છુટકારો કરાવીને ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની ઓળખ સંજય રામકિસન વિશ્ર્વકર્મા, સંદીપ રોકડે, […]

Continue Reading

મહાપાલિકા ચૂંટણી: ભાજપની ગુજરાતીની બીજી કૅડર નારાજ થાય તો તેમને આવકારવા બીજા પક્ષોએ પાથરી લાલ જાજમ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર બધાની મીટ છે. દેશના સૌથી મોટું બજેટ ધરાવતી મહાપાલિકા પર પ્રભુત્વ જમાવવાનું શિવસેના અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાય એમ છે. આ ચૂંટણીમાં ભાજપ રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે યુતિ કરે અને શિવસેના શિંદે જૂથ અને આરપીઆઈ તથા બીજા અપક્ષોને અમુક બેન્કો ફાળવે તો […]

Continue Reading

રાજકોટના પડધરીમાં જંગલી ભૂંડનો આતંક, 5 લોકોને બચકાં ભરી લોહીલુહાણ કર્યા

Rajkot: રાજકોટના પડધરીમાં એક હિંસક જંગલી ભૂંડે આતંક મચાવ્યો છે. પડધરીના ગીતાનગર વિસ્તારમાં એક ભૂંડ હિંસક બન્યું છે. આ ભૂંડે ચાર સ્થાનિકોને બચકાં ભરી લોહીલૂહાણ કરી દીધા હતા. ત્યાર બાદ ભૂંડને પકડવા માટે બોલાવાયેલા યુવાન પર પણ ભૂંડે હુમલો કર્યો હતો. યુવાન વંડામાં ઘુસેલા ભૂંડને પકડવા ગયો ત્યારે ભૂંડે હુમલો કરી તેના બન્ને પગ, હાથ […]

Continue Reading

Metro-3 માટે વધુ રેકનું આગમન

મુંબઈ: મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (કોલાબા-સિપ્ઝ) માટે શુક્રવારે વધુ એક રેક (ચાર કોચ)નું મુંબઈમાં આગમન થયું છે. મંગળવારે સૌથી પહેલી રેક ૧૩ દિવસે મુંબઈમાં પહોંચી હતી, જ્યારે આ રેકને આંધ્ર પ્રદેશથી આવતા ૧૦ દિવસ લાગ્યા છે. આ બે રેક (આઠ કોચ)ને હવે તમામ સ્પેરપાર્ટસને એક કરવાનું કામકાજ પૂરું કરવામાં આવ્યા પછી એમએમઆરસી દ્વારા તૈયાર […]

Continue Reading

આવતી કાલથી Metro-1ની સર્વિસ વધશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પ્રવાસીઓની સુવિધા માટે ઘાટકોપરથી વર્સોવા વચ્ચે દોડાવાતી મેટ્રો-વનની સર્વિસીસમાં આજથી ૩૦ વધુ સર્વિસીસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મેટ્રો વનના પ્રવક્તાએ જણાવ્યું હતું. કોરોના પૂર્વે મેટ્રો વનમાં સાડાચાર લાખ જેટલા પ્રવાસી ટ્રાવેલ કરતા હતા, પરંતુ પ્રતિબંધોને કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. ધીમે ધીમે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેથી […]

Continue Reading

ખારદાંડા સ્મશાનભૂમિ તાત્પૂરતા સમય માટે રહેશે બંધ.

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત એચ-પશ્ર્ચિમ વોર્ડમાં આવેલી ખારદાંડા સ્મશાનભૂમિનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી આ સ્મશાનભૂમિ બુધવાર, ૧૦ ઑગસ્ટ, ૨૦૨૨થી તાત્પૂરતા સમય માટે બંધ રહેશે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઠેકાણે પારંપારિક સ્મશાનભૂમિ સહિત વિદ્યુત અને ગૅસ પર આધારરિત સ્મશાનભૂમિ ચલાવવામાં આવે છે. તેમાંથી એક રહેલી ખારદંડાની સ્મશાનભૂમિમાં ૧૦ ઑગસ્ટથી સમારકામ કરવામાં આવવાના છે. તેથી […]

Continue Reading

રાઉતનો વિપક્ષી નેતાઓને પત્ર! ઝૂકેગા નહીં ઔર તૂટેગા નહીં, એક દિવસ જીત સત્યની થશે

પત્રા ચાલ સ્કેમમાં ફસાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતે વિપક્ષી નેતાઓને એક પત્ર લખ્યો છે અને આ પત્રના માધ્યમથી મુશ્કેલીના સમયમાં સદનના અંદર અને બહાર તેમના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો તે બદલ તેમણે આભાર માન્યો છે. સંજય રાઉતે પત્રમાં લખ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં ખબર પડે છે કે તમારી પડખે કોણ ઉભું છે. કેન્દ્ર સરકાર અમને […]

Continue Reading

આરબીઆઈએ રિપોરેટ વધારતા રૂપિયામાં ભારે ચંચળતા વચ્ચે સોનામાં રૂ. ૧૦૧નો સુધારો, ચાંદી રૂ. ૨૧૯ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકી બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે આજે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ એક મહિનાની ઊંચી સપાટી આસપાસ રહ્યાના નિર્દેશો હતા, જ્યારે સ્થાનિકમાં આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીએ સતત ત્રીજી વખત ટૂંકાગાળાના ધિરાણ દર (રિપો રેટ) ૫૦ બેઝિસ પૉઈન્ટ વધારીને ૫.૪ની સપાટીએ રાખ્યા હતા. આમ ગત મે ૨૦૨૨થી અત્યાર […]

Continue Reading

ગુજરાતીઓએ મરાઠી શીખવું જોઇએઃ કોશિયારીની સલાહ

ગુજરાતી અને રાજસ્થાની લોકો અહીંયા ના હોત તો મુંબઇમાં પૈસા ના હોત એવા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રના ગુજરાતીઓને મરાઠી ભાષા શીખવાની સલાહ આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં રાષ્ટ્રભાવના વધારવા માટે દરેક વ્યક્તિએ પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવીને સ્થાનિક સંસ્કૃતિ સાથે હળીભળી જવું જોઇએ. મુંબઇની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થા ગુજરાતી […]

Continue Reading