MMRમાં Orange Alert! Mumbai સહિત આ જિલ્લામાં થશે મુશળધાર વરસાદ

હવામાન વિભાગ (IMD)એ શુક્રવારે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. IMDએ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં ગુરુવારથી પડી રહેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દાદર, ધારાવી, માહિમ અને માટુંગામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

Continue Reading

જાણીતી ટીવી અભિનેત્રીના નોકરે આપી મારવાની ધમકી, વીડિયોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ માહી વિજે વીડિયોમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જય ભાનુશાલીની પત્નીએ જણાવ્યું હતું કે તેના ઘરે થોડા દિવસોથી કામ કરી રહેલા નોકરે તેને મારી નાંખવાની ધમકી આપી છે. આ ઘટના બન્યા બાદ તેણે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ અંગે તેણે ટ્વીટ પણ કર્યા હતાં, પરંતુ થોડા સમય બાદ તેણે ટ્વીટ ડિલિટ કરી નાંખ્યા હતાં. જોકે, તે ટ્વીટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે.

Continue Reading

ડીપ નેક ડ્રેસ પહેરીને આ અભિનેત્રી થઇ ગઇ ટ્રોલ

Mumbai: ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તે ડીપ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે. જોકે, આ કપડામાં તે ઘણી અનકમ્ફર્ટેબલ દેખાઇ રહી હતી. અંકિતા લોખંડે તેના પતિ વિક્કી જૈન સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટમાં તે ડીપ નેકનું શિમરી ગાઉન પહેરીને આવી હતી. જોકે, […]

Continue Reading

Inspiring success story છે… કંગના રણોટે CM એકનાથ શિંદેની કરી પ્રશંસા

Mumbai: અભિનેત્રી કંગના રણોટે મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદેને શુભેચ્છા આપી છે. એભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમાં લખ્યું હતું કે એક ઓટો રિક્ષા ડ્રાઇવરથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવા સુધીની સફર ખૂબ પ્રેરણાદાયક રહી.
કંગનાએ સોશિયલ મીડિયા સ્ટોરી પર એકનાથ શિંદેનો ફોટો શેર કરતા લખ્યુ છે કે ‘શું ઇનસ્પાયરિંગ સ્ટોરી છે…રોજગાર માટે ઓટો રિક્ષા ચલાવવાથી લઇને દેશના શક્તિશાળી વ્યક્તિ બનવા સુધીની કહાણી. શુભેચ્છા સર.

Continue Reading

જૂન મહિનામાં આટલુ રહ્યું GST કલેકશન

જૂન મહિનામાં જીએસટી કલેક્શન 1,44,616 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલમાં 1,67,540 કરોડ રૂપિયા GST કલેકશન રહ્યું હતું. જૂનનો આ જીએસટી કલેકશનનો આંકડો બીજો સૌથી વધુ છે. 2021ના જૂન મહિનાની સરખામણીએ આ વખતે જૂન મહિનામાં જીએસટી કલેકશનમાં 56 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

Continue Reading

એકનાથ શિંદે શિવસેનાના મુખ્યપ્રધાન નથી, સત્તા માટે રાતોરાત ખેલાયો ખેલઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ્યા બાદ પહેલીવાર શિવસેના ભવનમાં પ્રેસ ક્રોન્ફ્રેન્સ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે એકનાથ શિંદે શિવસેનાના મુખ્યપ્રધાન નથી. શિવસેનાને બહાર રાખીને શિવસેનાનો મુખ્યપ્રધાન ન હોઇ શકે.

Continue Reading

મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં બહુમત સાબિત કરશે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈએ યોજાશે. 2 જુલાઈએ સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશન દાખલ કરવામાં આવશે, 3 જુલાઈએ સ્પીકરની ચૂંટણી યોજાશે અને 4 જુલાઈએ વિશ્વાસનો મત લેવામાં આવશે.

Continue Reading

NCPના શરદ પવારને લોકસભા ચૂંટણીમાં એફિડેવિટ માટે નોટિસ મળી

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે તેમને 2004, 2009, 2014 અને 2020ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાના સંદર્ભમાં આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. તેમણે નોટિસને ‘પ્રેમ પત્રો’ ગણાવી હતી.
“આજકાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે અને તેના પરિણામો દેખાઈ રહ્યા છે.

Continue Reading

Maharashtraમાં શિંદેશાહી! એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના CM, દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાનું પદ સંભાળ્યું

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરી લીધા છે. શપથ લેતાની સાથે જે તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની ગયા છે. શિંદેની સાથે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે બે વાર ફોન પર વાત કરી. એ પછી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે તૈયાર થયા છે.

Continue Reading

શિંદે બનશે સીએમ…ગોવાની હોટેલમાં રોકાયેલા ધારાસભ્યો ખુશીના માર્યા ઝૂમી ઉઠ્યા, ટેબલ પર ચડીને કર્યો ડાન્સ, વીડિયો વાઇરલ

Mumbai: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનાવવામાં આવ્યા હોવાની ખબર મળતા જ ગોવાની હોટેલમાં રોકાયેલા શિંદે જૂથના ધારાસભ્યોએ ઉજવણી કરી હતી. ધારાસભ્યોએ મરાઠી ગીત પર ઠુમકા લગાવ્યા હતા, તો કેટલાક ધારાસભ્યોએ તો વળી ટેબલ પર ચડીને ડાન્સ કર્યો હતો. ધારાસભ્યોનો ડાન્સનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોને જોયા […]

Continue Reading