આમચી મુંબઈ

અટલ સેતૂ પર વાહનચાલકોની પ્રથમ અદ્ભુત સફર

શુભારંભ… મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે અટલ સેતૂનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને શનિવારથી આ માર્ગ પરથી વાહનોની અવરજવર શરૂ થઇ હતી. (અમય ખરાડે)

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે અટલ સેતૂનું શુક્રવારે ઉદ્ઘાટન કર્યું હતું અને શનિવાર સવારે આઠ વાગ્યાથી આ માર્ગ પર વાહન વ્યવહાર શરૂ થયો હતો. પ્રથમ દિવસે વાહનચાલકોનો આ માર્ગને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ માર્ગથી ચિર્લે માર્ગથી પનવેલ અને પુણેથી આવતા વાહનોની સંખ્યા વધુ નોંધાઇ હતી.

બીજી તરફ ઉરણથી મુંબઈ તરફ આવતા વાહનોની સંખ્યા ઓછી જણાઇ હતી. ઉરણના દિશાની એક જ લાઇન ખુલ્લી મૂકવામાં આવી હતી. અટલ સેતૂ પરથી પ્રવાસ કરનારા વાહનોની સંખ્યા પ્રથમ દિવસે ઓછી ભલે હોય, પણ આ માર્ગ પરની પ્રથમ સફર અદ્ભુત હોવાનો વાહનચાલકોને અનુભવ થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure