આપણું ગુજરાત

મોરબી દુર્ઘટના: પીડિત પરિવારને આજીવન પેન્શનની હાઈ કોર્ટની તરફેણ

અમદાવાદ: મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાના ભોગ બનેલા લોકોના પરિજનોને એક વખતનું વળતર પર્યાપ્ત નથી તેવું અવલોકન કરતાં ગુજરાત હાઈ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ પુલના સંચાલન અને જાળવણી માટે જવાબદાર કંપની ઓરેવા ગ્રૂપને જેમણે તેમના પુત્રો, નોકરી કે પતિ ગુમાવ્યા છે તેવાં વૃદ્ધો અને વિધવાઓને આજીવન પેન્શન અથવા સ્ટાઈપેન્ડનું વળતર આપવા જણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ સુનિલ અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેંચે૩૦ ઑક્ટોબર, ૨૦૨૨ની ઘટના પર સુઓ મોટુ પીઆઈએલની સુનાવણી કરી રહી હતી, જેમાં બ્રિટિશ સમયનો સસ્પેન્શન બ્રિજ તૂટી પડતાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સરકારના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં દસ મહિલા વિધવા થઈ હતી અને સાત બાળક અનાથ થયા હતા.

ચીફ જસ્ટિસ અગ્રવાલે ફર્મને જણાવ્યું હતું કે વિધવાઓને નોકરી આપો અથવા જો તેઓ નોકરી કરવા માગતી ન હોય તો સ્ટાઈપેન્ડ આપો. તમારે તેમને જીવનભર ટેકો આપવો પડશે. તમે તેમનું જીવન સંપૂર્ણપણે ઊથલપાથલ કરી દીધું છે. તેઓ કામ કરવાની સ્થિતિમાં ન પણ હોય. એવી સ્ત્રીઓ છે જેમણે ક્યારેય કામ કર્યું નથી, ક્યારેય તેમના ઘરની બહાર ગયા નથી. તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે તેઓ તેમના ઘરની બહાર આવે અને ક્યાંક કામ પર જાય?

જ્યારે કંપનીએ દાવો કર્યો હતો કે તે અનાથ અને વિધવાઓની સંભાળ લઈ રહી છે, ત્યારે હાઈ કોર્ટે કહ્યું વૃદ્ધ પુરુષો…તેમના પુત્રોની કમાણી પર નિર્ભર હતા….તેમના માટે શું આધાર છે? તેમને આજીવન પેન્શન આપો.

એક વખતનું વળતર તમને મદદ કરશે નહીં. કૃપા કરીને તેને ધ્યાનમાં રાખો. આ તમારા જીવન પર એક ડાઘ છે. એક વખતનું વળતર કદાચ તેમને મદદ કરી શકે તેવી સ્થિતિમાં ન હોય. કંપની દ્વારા કેટલાક વધું ખર્ચ કરવા પડશે.

હાઈ કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે અસરગ્રસ્ત લોકોને વળતરની વહેંચણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવે, કારણ કે કોર્ટ માટે વર્ષો સુધી પ્રક્રિયાની દેખરેખ રાખવી શક્ય નથી. તેણે સરકારને એવી રીતો સૂચવવા પણ કહ્યું કે જેના દ્વારા પીડિતોના સંબંધીઓની જરૂરિયાતો પૂરી કરી શકાય.

હાઈ કોર્ટે મોરબી કલેક્ટરને કંપની સાથે સંકલન કરવા અને પ્રવર્તમાન સ્થિતિ તેમ જ પીડિત પરિવારની સ્થિતિ અને નાણાકીય સ્થિતિ અને તેમને કેવા પ્રકારની સહાયની જરૂર છે તે અંગેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સરકારે રાજ્યમાં ૧૯૦૦ મોટા પુલોની સ્થિતિ વિશે કોર્ટને માહિતી આપી હતી, જેમાંથી ૩૮૪ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં છે અને ૧૧૩ નગરપાલિકાઓમાં છે.

ચીફ જસ્ટિસે સૂચન કર્યું હતું કે હેરિટેજ મૂલ્ય ધરાવતા જૂના પુલોનું આર્કિટેક્ટની મદદથી સંરક્ષણ અને સમારકામ કરવામાં આવે અને ટકોર કરી હતી કે અયોગ્ય વ્યક્તિને જૂના પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ આપવાથી મોરબી જેવી દુર્ઘટના થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…