નેશનલ

Monsoon 2024: Skymetએ ચોમાસા અંગે મહત્વની આગાહી કરી, આ રાજ્યોમાં ઓછા વરસાદની શક્યતા

નવી દિલ્હી: આ વર્ષે મેઘરાજા દેશના લોકો પર કૃપા વરસાવશે, હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધર(Sky mate weather)એ ભારતમાં આ વર્ષે ચોમાસા(Indian Weather) દરમિયાન સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે. આગાહી મુજબ આગામી ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર સુધી લગભગ 4 મહિના સુધી ચાલશે.

સ્કાયમેટના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમસુ 102%ની લોંગ પિરીયડ એવરેજ(LPA) સાથે સામાન્ય રહેશે. સ્કાયમેટની આગાહી મુજબ દેશમાં સરેરાશ 868.6 મીમી વરસાદની અપેક્ષા છે, સ્કાયમેટે જણાવ્યું હતું કે તેના અંદાજમાં +/- 5% ની ભૂલ હોઈ શકે છે. લોંગ પિરીયડ એવરેજ 96% થી 104% ની રેન્જમાં હોય તો તેને સામાન્ય વરસાદ ગણવામાં આવે છે.

અગાઉ, 12 જાન્યુઆરી, 2024 ના રોજ આ વર્ષ માટે જાહેર કરાયેલી તેની પ્રથમ આગાહીમાં, સ્કાયમેટે સામાન્ય ચોમાસાની આગાહી કરી હતી, હવે ફરીવાર સ્કાયમેટે સામાન્ય ચોમાસાની આગાહી કરી છે.

સ્કાયમેટે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિની શક્યતા 10% છે (LPA 110% થી વધુ), સામાન્યથી વરસાદ રહેવાની શક્યતા 20% (LPA ના 105% થી 110% ની વચ્ચે) છે, વરસાદ સામાન્ય રહેવાની શક્યતા 45% છે (LPA ના 96 થી 104% ની વચ્ચે), સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા15% છે (LPA ના 90 થી 95% ની વચ્ચે), અને દુષ્કાળ પડવાની શક્યતા 10% છે (LPA ના 90% કરતા ઓછો વરસાદ).

સ્કાયમેટના જણાવ્યા મુજબ “અલ નીનો ઝડપથી લા નીનોમાં પરિવર્તિત થઇ રહ્યું છે, જે ને કારણે પવનની સ્થિતિમાં અચાનક ફેરફાર થવાને કારણે આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆત મોડી થઈ શકે છે. સ્કાયમેટે કહ્યું કે આ સિવાય સમગ્ર સિઝન દરમિયાન વરસાદનું વિતરણ અસમાન રહેવાની ધારણા છે.”

સ્કાયમેટે જણાવ્યું કે, “ઈતિહાસમાં જ્યારે પણ સુપર અલ નીનો મજબૂત લા નીનામાં પરિવર્તિત થાય છે, ત્યારે તે વર્ષે ચોમાસું સારું રહે છે. જોકે, અલ નીનોની અસરને કારણે ચોમાસાની સિઝનની શરૂઆત થોડી મોડી થઈ શકે છે. સિઝનના બીજા ભાગમાં પ્રારંભિક તબક્કા કરતાં વધુ વરસાદ જોવા મળી શકે છે.”

સ્કાયમેટ એજન્સી દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભાગોમાં “સારા વરસાદ”ની આગાહી કરી છે. સ્કાયમેટે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્ય વિસ્તારોમાં પૂરતો વરસાદ પડશે. જ્યારે જુલાઇ અને ઓગસ્ટના ચોમાસાના મહિનાઓ દરમિયાન પૂર્વીય રાજ્યો બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઓછા વરસાદનું જોખમ રહેશે. ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસું સિઝનના પ્રથમ ભાગમાં ઓછા વરસાદની શક્યતા છે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…