ઇન્ટરનેશનલ

Mobile Ban in UK school: બ્રિટને શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂક્યો, ઋષિ સુનકે શેર કર્યો વિડીયો

લંડન: મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને અભ્યાસ પર પડી રહેલી પ્રતિકુળ અસર ચિંતાનો વિષય બની છે. બાળકોના હિતને ધ્યાનમાં લેતા બ્રિટનની શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બ્રિટન સરકારના આ નિર્ણય બાદ ઘણા દેશોમાં ચર્ચા થવા લાગી છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી.

વડા પ્રધાન ઋષિ સુનકે ક્રિએટિવ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમનો ફોન વારંવાર વાગી રહ્યો છે. ઋષિ સુનકે વિડિયો દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે કે કેવી રીતે મોબાઈલ ફોન વર્ગખંડમાં સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે.


વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ વારંવાર વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ વચ્ચે જ તેનો ફોન વાગી રહ્યો છે. ફોનની ત્રણ વાર રિંગ વાગ્યા પછી, ઋષિ સુનકે ખિસ્સામાંથી ફોન કાઢીને બાજુ પર મૂક્યો અને કહ્યું જુઓ આ કેટલું નિરાશાજનક છે.

અન્ય એક નિવેદનમાં, ઋષિ સુનકે કહ્યું કે માધ્યમિક શાળાના લગભગ એક તૃતીયાંશ વિદ્યાર્થીઓએ કહ્યું કે ફોનને કારણે તેમનો અભ્યાસ ખોરવાઈ રહ્યો છે.

ઘણી શાળાઓએ પહેલાથી જ તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધને લઈને નવી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. ઋષિ સુનકે કહે છે કે અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આપણા બાળકોને એવું શિક્ષણ મળવું જોઈએ જેના તેઓ હકદાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”