મહારાષ્ટ્ર

…. અને છ દાયકાનો સંપર્ક સેતુ ઢળી પડ્યો: મનમાડમાં રેલવે ઓવરબ્રીજનો એક ભાગ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો

મનમાડ: ઇન્દોર-પુણે મહામાર્ગ પર મનમાડ શહેરમાંથી પસાર થનાર રેલવે ઓવરબ્રીજનો કેટલોક ભાગ પડી ગયો હતો. સદનસીબે આ ઘટના વહેલી સવારે બનતા કોઇ જાન-માલ હાની થઇ નથી. આ સમયે ભીડ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. બ્રીજનો ભાગ પડી ગયો હોવાની જાણ થતા જ પ્રશાસને તરત જ શિર્ડી તથા માલેગાવ તરફ જનાર ટ્રાફિક રોકી લેતાં કોઇ જાનહાની થઇ નહતી. પુલ પરનો વાહન વ્યવહાર બંધ થતાં તેની મુસાફરો પર માઠી અસર થઇ હતી. આ બ્રીજ અવર-જવર માટે બંધ કરાતા પ્રશાસન દ્વાર ઇન્દોર તરફથી આવતા વાહનો માલેગાવના રસ્તે અને પુણે તરફથી આવનારા વાહનો યેવલા તરફ વળાવવામાં આવ્યા હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર પુણે-ઇન્દોર મહામાર્ગ પર યેવલા, કોપરગાવ, શિર્ડીના રસ્તે પુણે તરફ જ્યારે માલેગાવ, ધૂલે, શિરપૂર તરફ જવા માટે મનમાડ રેલવે સ્ટેશન પર આવેલ ઓવરબ્રીજ આ એક જ રસ્તો છે. 1955 દરમીયાન આ બ્રીજનું કામ શરુ થઇ 1962માં તે તૈયાર થયો હોવાનું કહેવાઇ રહ્યું છે.


બુધવારે આ બ્રીજનો પૂર્વનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વહાન વ્યવહાર બંધ કરી દીધો હતો. અને આ અંગેની જાણ સાર્વજનીક બાંધકામ વિભાગને કરતાં બાંધકામ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. સાર્વજનીક બાંધકામ વિભાગ અને રેલવે અધિકારીઓની ચર્ચા બાદ આ બ્રીજ વપરાશ માટે બંધ કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”