આમચી મુંબઈમહારાષ્ટ્ર

આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે લોન્ગ વીક-એન્ડ, જોઈ લો રજાની તારીખો…

મુંબઈઃ રાજ્ય સરકાર દ્વારા 29મી સપ્ટેમ્બરના દિવસે ઈદની રજા જાહેર કરવામાં આવી છે, જેને કારણે આવતીકાલથી સતત પાંચ દિવસની રજાઓનું લોન્ગ વીક-એન્ડ શરૂ થવા જઈ રહ્યું છે. આ વર્ષે અનંત ચતુર્થી અને ઈદ એક જ દિવસે આવી હતી જેને કારણે 29મી તારીખના ઈદની રજા જાહેર કરવામાં આવી છે. આ બધા વચ્ચે જો તમે ફાઈવ ડે વીક કલ્ચરમાં કામ કરી રહ્યા હોવ તો શનિવાર-રવિવાર અને અને સોમવારના બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે રજા એટલે પાંચ દિવસની રજા આવી રહી છે.

અનંત ચતુર્થીના દિવસે રાજ્યભરમાં વિસર્જન અને ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવામાં આવશે. બંને તહેવારો એક જ દિવસ આવતા હોવાને કારણે પોલીસને વ્યવસ્થા સાચવવાનું અઘરું પડશે. પરિણામે ઈદની રજા શુક્રવારે આપવાની જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કરવામાં આવી છે.

ઓલ ઈન્ડિયા ખિલાફત કમિટીના પ્રતિનિધિ મંડળે આ સંદર્ભે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત લઈને રાજ્યમાં શાંતિનો માહોલ રહે, ભીડ અને જુલુસનું નિયોજન કરવાનું પોલીસ માટે શક્ય બને એટલે 29મી સપ્ટેમ્બરના ઈદની રજા આપવાની વિનંતી કરી હતી. આ પ્રતિનિધિ મંડળમાં રાહુલ શેવાળે, વિધાન સભ્ય અબુ આઝમી, વિધાન સભ્ય રઈસ ખાન, નસીમ ખાન વગેરેનો સમાવેશ થાય છે.

ઈદ-એ-મિલાદનો તહેવાર સૌહાર્દ અને સમભાવ લઈને આવે. એમાંથી પરસ્પર આદર, પ્રેમભાવ અને સ્નેહ વધે એવી મનોકામના વ્યક્ત કરીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઈદ-એ-મિલાદની શુભેચ્છા આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?