પાકિસ્તાન બોર્ડરે આવેલા કચ્છના હરામી નાળા પાસે 10 બોટ સાથે 4 પાકિસ્તની માછીમાર પકડાયા

કચ્છ જીલ્લાનો પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો દલદલીય વિસ્તાર હરામી નાળાનો વિસ્તાર ઘુસણખોરીનું હોટસ્પોટ બની ગયું હોય એમ વારંવાર ઘુસણખોરીના પ્રયાસો થાય છે. ત્યારે આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)એ હરામી નાળા વિસ્તારમાં ઓપરેશન ચલાવીને 10 પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ સાથે જ ચાર માછીમારોને પણ પકડી પાડ્યા છે. આજે વહેલી સવારે ગુજરાતના કચ્છ જિલ્લાને અડીને આવેલા […]

Continue Reading

ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ ઉમેરવામાં આવશે

કચ્છના મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં અસ્થાયી ધોરણે એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. • ટ્રેન નંબર 20804 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ એક્સપ્રેસને 10મી જુલાઈ 2022થી 31મી જુલાઈ 2022 સુધી એક સ્લીપર […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ગુજરાત ભરમાં ભવ્ય ઉજવણી, લાખો ગુજરાતીઓએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસ્વીરો

આજે ૨૧ જુનના દિવસે સમગ્ર વિશ્વમાં ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ છે. ત્યારે ગુજરાતીઓએ પણ વિવિધ સ્થળો પર યોગાભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં […]

Continue Reading