નેશનલમનોરંજન

કપિલ શર્મા શોની લોટરી આટલા દિવસ પછી બતાવશે તેની દીકરીનો ચહેરો…

કપિલ શર્માના શો’માં લોટરીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રોશેલ રાવ અને તેના પતિ કીથ સિક્વેરા પેરેન્ટ્સ બની ગયા છે. રોશેલે ત્રણ દિવસ પહેલા 1 ઓક્ટોબરે એક બાળકીને જન્મ આપ્યો હતો. રોશેલને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે પતિ કીથ અને નવી જન્મેલી બાળકી સાથે જોવા મળી હતી. કીથ અને રોશેલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. આ સાથે રોશેલે જણાવ્યું કે તે ક્યારે તેના બાળકનો ચહેરો જાહેર કરશે.

બંનેએ હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ પાપારાઝી સાથે વાત કરી અને જણાવ્યું હતું કે તેઓ ક્યારે તેમની બાળકીનો ચહેરો ચાહકોને બતાવશે. રોશેલે કહ્યું હતું કે 45 દિવસ પછી અમે બાળકીનો ચહેરો બતાવીશું. મારા પતિએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે.

કીથ અને તેના પતિએ ત્યાં હાજર તમામને મીઠાઈઓ પણ વહેંચી હતી. કીથ અને રોશેલે સોશિયલ મિડીયા પર એક નાનો વીડિયો પોસ્ટ કરીને માતા-પિતા બનવાના ખુશખબર આપ્યા હતા. આ ઉપરાત તેમણે લખ્યું હતું કે તેમના ઘરે એક નાનકડી દેવદૂત આવી છે. બંનેની આ પોસ્ટ પર સેલેબ્સ અને ચાહકોએ તેમને તેમની નવી જર્ની માટે અભિનંદન આપવાનું શરૂ કર્યું.
નોંધનીય છે કે કીથ અને રોશેલે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ બંને માતા-પિતા બન્યા હતા. પ્રેગ્નન્સી દરમિયાન રોશેલ સોશિયલ મીડિયા પર સતત ફોટો અને વીડિયો શેર કરતી રહી. કીથ અને રોશેલના લવ મેરેજ છે. આ બંને બિગ બોસમાં પણ જોવા મળ્યા હતા અને શો ખતમ થયા બાદ બંનેએ થોડા દિવસો બાદ તરત જ લગ્ન કરી લીધા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”