
જૂનાગઢ: ભવનાથ ક્ષેત્રમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત ૧૦૦૮ મહામંડલેશ્વર મહાદેવભારતીજી આજે વહેલી સવારથી ગુમ થઇ ગયા હોવાના અહેવાલ છે. તેમણે ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ પણ લખી છે. આ અંગે ભવનાથ પોલીસ અને જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમોએ મળીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત ૧૦૦૮ મહામંડલેશ્વર મહાદેવભારતીજી આજે વહેલી સવારથી ગુમ થઇ ગયા હોવાની જાણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અને તેના આધારે ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.

લઘુમહંત મહાદેવભારતીજીએ ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ પણ લખી હોવાનું જાણવા મળ્યું હતું. મહંત આજે વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના આશ્રમમાંથી નીકળી ગયા હતા અને આ અંગે સંચાલકોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ કરાયા બાદ પોલીસે જુદી જુદી ટીમ બનાવીને શોધખોળ આદરી હતી. પોલીસે સંચાલકો તેમજ તેમના નજીકના માણસોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે તેમણે ત્રણ પાનાં કરતાં વધુની એક સુસાઇડ નોટ પણ લખી છે અને જેમાં તેમણે કોઈ અંગત મનદુખ હોવાનું લખ્યું હોવાનું જાણવા મળી રહ્યું હતું. જો કે સુસાઇડ નોટમાં કોના નામનો ઉલ્લેખ છે તે અંગે પોલીસ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો…સરખેજ ભારતી આશ્રમ વિવાદ: હરિહરાનંદ ભારતી અને ઋષિભારતી વચ્ચે આરોપ-પ્રત્યારોપ



