Mukesh Ambani ની Jio ની ખાસ સેવા, હવે ગણતરીની મિનિટોમાં એક્ટિવ કરો સિમ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

Mukesh Ambani ની Jio ની ખાસ સેવા, હવે ગણતરીની મિનિટોમાં એક્ટિવ કરો સિમ

મુંબઇ :મુકેશ અંબાણીની(Mukesh Ambani)રિલાયન્સ જિયોની iActivate સેવા હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. જેના થકી ગ્રાહક એક્ઝિક્યુટિવ વગર ગમે ત્યાં અને ગમે ત્યારે સિમ એક્ટિવ કરી શકશે.જેની માટે પહેલા બે કલાકથી વધુનો સમય લાગતો હતો. ગ્રાહક રિલાયન્સ જિયોની iActivate સર્વિસ ટૂલની મદદથી તેનો ઉપયોગ કરી શકશે. જેની મદદથી ગ્રાહક સરળતાથી સિમ કાર્ડ એક્ટિવેટ કરી શકશે. આ અંગે જિયોએ કહ્યું છે કે, iActivate પ્રક્રિયા માટે લાઇવ વીડિયો/ફોટો અને દસ્તાવેજો અપલોડ કરવા પડશે. આ સેવાનો ઉપયોગ માત્ર મોબાઇલથી જ કરી શકાશે.

Mukesh Ambani's special Jio service, now activate SIM within minutes
Screen Grab: Telecom Talk

આ પણ વાંચો : મુકેશ અંબાણી આ શું કરતા જોવા મળ્યા મુંબઈના રસ્તા પર…

સ્ટોર પર જઇને પણ સિમ એકટિવ કરાવી શકાશે
જો ગ્રાહક આ સેવાનો લાભ લેવા નથી માંગતા તો સ્ટોર પર જઇને સિમ એકટિવ કરાવી શકે છે. આ સિવાય ગ્રાહક ઘરે સિમની ફ્રી હોમ ડિલિવરી મેળવીને પણ તેને એક્ટિવ કરી શકે છે. જેની માટે ગ્રાહકે સ્ટોર પર જવાની જરુર પડશે.

Back to top button