જમ્મુ કાશ્મીરમાં એક મહિનમાં 12 જવાનો શહીદ, ઓડિશાથી BSFની બે બટાલિયન મોકલવામાં આવી
નેશનલ

જમ્મુ કાશ્મીરમાં એક મહિનમાં 12 જવાનો શહીદ, ઓડિશાથી BSFની બે બટાલિયન મોકલવામાં આવી

શ્રીનગર: છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ(Terrorist attack in Jammu and Kashmir)માં વધારો થયો છે. આતંકવાદીઓ ખાસ કરીને સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા છે, અહેવાલ મુજબ છેલ્લા એક મહિનામાં સેનાના 12 જવાનો શહીદ થયા છે. ગઈ કાલે શનિવારે ભારતીય ફોરવર્ડ પોસ્ટ પર તૈનાત આર્મી જવાન મોહિત રાઠોડ આતંકવાદીઓ અને પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ દ્વારા કરવામાં આવેલા હુમલામાં શહીદ થયા હતા. જ્યારે એક મેજર અને અન્ય ત્રણ જવાનો ઘાયલ થયા હતા. આ કાર્યવાહીમાં સેનાના જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા હતા.

આ પહેલા 24 જુલાઈએ કુપવાડામાં નિયંત્રણ રેખા પાસે થયેલા હુમલામાં લાન્સ નાઈક દિલવાર ખાન શહીદ થયા હતા. આ સિવાય લાન્સ નાઈક સુભાષ ચંદ્ર 23 જુલાઈના રોજ પુંછમાં શહીદ થયા હતા. 15 જુલાઈએ ડોડા જિલ્લામાં 10 રાષ્ટ્રીય રાઈફલ્સના એક કેપ્ટન અને ત્રણ જવાનો શહીદ થયા હતા. 8 જુલાઈના રોજ કઠુઆમાં 22 ગઢવાલ રાઈફલ્સના પાંચ જવાનો શહીદ થયા હતા.

તાજેતરના આતંકવાદી હુમલાઓને જોતા કાશ્મીરની સાથે જમ્મુમાં પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. અહેવાલ મુજબ સરકાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં ઓડીશાથી બીએસએફની વધુ બે બટાલિયન તૈનાત કરવામાં આવી છે. આ બટાલિયનમાં 2 હજારથી વધુ સૈનિકો સામેલ છે.

Back to top button