Jailer Actor G Marimuthu Dies After Suffering Heart Attack
મનોરંજન

જેલરના આ પ્રસિદ્ધ અભિનેતાનું થયું નિધન…

સાઉથના સુપર સ્ટાર થલાઈવાની ફિલ્મ જેલર બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી અને હવે આ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. ફિલ્મના એક્ટર જી. મારીમુથુનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. મારીમુથુ સવારે આઠ વાગ્યે તેમના ટીવી શો એથિરનીચલ માટ ડબિંગ કરી રહ્યા હતા એ સમયે અચાનક તેઓ બેહોશ થઈને પડી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ તમિળ એક્ટર-ડિરેક્ટરે હાલમાં જ રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ જેલરમાં કામ કર્યું હતું. શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના નિધનના સમાચારને સમર્થન આપ્યું હતું. જી. મારીમુથુને તમિળ ટેલિવિઝન સીરિઝ એથિરનીચલના રોલમાં પ્રસિદ્ધિ મળી હતી અને તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી દરમિયાન ફિલ્મ મેકર મણીરત્નમ સહિત અનેક લોકો સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.


ટ્વીટર પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે શોકિંગ… પોપ્યુલર કેરેક્ટર એક્ટર મારીમુથુનું નિધન. હાલમાં જ તેમણે પોતાની ટીવી સિરીયલના ડાયલોગને કારણે જોરદાર ફેનફોલોઈંગ હાંસિલ કરી હતી. ભગવાન એમની આત્માને શાંતિ આપે. એક બીજા ટ્વીટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ 57 વર્ષના હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે મારીમુથુ પોતાના ટીવી એથિરનીચલને કારણે ખૂબ જ ફેમસ થઈ ગયા હતા. તેઓ ડેલીસોપમાં પોતાના કેરેક્ટર આદિમુથુ ગુણસેકરનને કારણે ઘર ઘરમાં જાણીતો ચહેરો બની ગયા હતા. ટીવી શોમાં તેમણે પોતાના પોપ્યુલર ડાયલોગ હે ઈંદમ્માને કારણે ઈન્ટરનેટ પર ખૂબ જ સનસની મચાવી દીધી હતી.


મારીમુથુથના એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તેમણે અનેક સપોર્ટિંગ રોલમાં પોપ્યુલારિટી હાંસિલ કરી હતી, જેમાં યુદ્ધમ સેઈ (2011), કોડી (2016), બૈરવા (2017), કડાઈકુટ્ટી સિંગમ (2018), શિવરંજિનિયમ ઈન્નમ સિલા પેંગલમ (2021) અને ફિલ્મ અતરંગ (2021)નો સમાવેશ થાય છે.

Back to top button