ટોપ ન્યૂઝનેશનલ

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની કાર દિલ્હીમાં ચોરી થઈ, ડ્રાઈવર કાર પાર્ક કરી ઘરે ગયો અને પરત આવ્યો ત્યાં…

નવી દિલ્હી: કહેવાય છે કે ‘દિલ્હી કા હાદસો શહેર હૈ’ તેવામાં આજકાલ ચોરીના મામલાઓ તો સામાન્ય ઘટના તરીકે જોવામાં આવે છે. પરંતુ આ વખતે ચોરે કોઈનું પર્સ પાકીટ નથી માર્યું! આખે આખી SUV કાર ચોરી ગયો છે. અને તે પણ કોઈ સામાન્ય માણસની નહીં, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની (J P Nadda’s wife’s Car stolen) પત્નીની ફોર્ચ્યુનર કારની ચોરી થઈ ગઈ છે. આ ઘટના ત્યારે બને છે જ્યારે કાર નો ડ્રાઈવર દક્ષિણ પૂર્વ દિલ્હીના ગોવિંદપુર વિસ્તારમાં એક સર્વિસ સેન્ટરમાં કાર મૂકીને ઘરે જમવા જાય છે.

ડ્રાઇવરનું નામ ગોવિંદપુરી વિસ્તારમાં રહેતો જોગીન્દર સિંહ નામનો વ્યક્તિ ચલાવે છે. આ ઘટના 19 માર્ચની હોવાનું કહેવાય છે. HP03D0021 નંબરની સફેદ રંગની ફોર્ચ્યુનર કાર પાર્ક કરીને જોગીન્દર ગોવિંદપુરી ગયો હતો. પરંતુ જ્યારે તે પોતાના ઘરેથી પરત આવ્યો ત્યારે ત્યાં કાર મળી ન હતી. કાર કોઈ લઈ ગયું હતું. આ ઘટના બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે બની હતી.

ડ્રાઈવર જોગીન્દરે કોઈ પણ વિલંબ કર્યા વગર પોલીસને મામલાની જાણ કરી. જોગીન્દરની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. માહિતી મળતાં જ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા તો કાર ગુરુગ્રામ તરફ જતી જોવા મળી હતી. જો કે હજુ સુધી કારનો કોઈ પત્તો મળ્યો નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન જેપી નડ્ડાની પત્નીના નામે રજીસ્ટર છે. તમને જણાવી દઈએ કે જેપી નડ્ડા મૂળ હિમાચલના છે. આ કેસ હાઈપ્રોફાઈલ વ્યક્તિ સાથે સંબંધિત હોવાથી પોલીસ પણ એલર્ટ પર છે. પોલીસની સાત ટીમો આ કેસની તપાસમાં લાગેલી છે. આ મામલામાં પોલીસે ફરીદાબાદથી એક વ્યક્તિની અટકાયત કરી હોવાના અહેવાલ છે. જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral