નેશનલ

૧૦ દિવસમાં દેશે સાત એઇમ્સનાં લોકાર્પણ-ઉદ્ઘાટન જોયાં: મોદી

રાજકોટમાં ₹૪૮૧૦૦ કરોડનાં વિકાસ કાર્યો રાષ્ટ્રને અર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી રૂ. ૪૮,૧૦૦ કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો હતો.

રાજકોટમાં એઇમ્સનાં લોકાર્પણ બાદ રોડ શો ને અંતે જાહેર સભાને સંબોધતા વડા પ્રધાને કહ્યુ હતું કે, સિત્તેર વર્ષમાં સાત એઈમ્સને મંજૂરી મળી પણ જેમાંથી કેટલીક એઈમ્સ ક્યારેય પૂર્ણ થઈ ન હતી. છેલ્લાં ૧૦ દિવસમાં સાત એઈમ્સનું ઉદ્ઘાટન કે શિલાન્યાસ થયું છે
જમ્મુમાં આઈઆઈટી ભિલાઈ, આઈઆઈટી તિરુપતિ, આઈઆઈટી કુર્નૂલ, આઈઆઈએમ બોધગયા, આઈઆઈએમ જમ્મુ, આઈઆઈએમ વિશાખાપટ્ટનમ અને આઈઆઈએમ કાનપુરની શૈક્ષણિક સંસ્થાઓના ઉદ્ઘાટનને યાદ કરતા મોદીએ કહ્યું કે આજે રાજકોટ, એઈમ્સ રાયબરેલી, એઈમ્સ મંગલાગિરી, એઈમ્સ બઠિંડા અને એઈમ્સ કલ્યાણીનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, “વિકસિત ભારત ઝડપથી કામ કરી રહ્યું છે, ખાસ કરીને જ્યારે તમે આ પાંચ એઇમ્સને જુઓ છો. વડા પ્રધાને રાજકોટ સાથેનાં પોતાનાં લાંબા જોડાણને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, ૨૨ વર્ષ અગાઉ તેઓ અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ૨૨ વર્ષ પહેલા ૨૫ ફેબ્રુઆરીએ તેમણે ધારાસભ્ય પદના શપથ
લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટની જનતાના ભરોસે ખરા ઊતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે “હું જોઈ શકું છું કે પેઢીઓ બદલાઈ ગઈ છે, પણ મોદી પ્રત્યેનો સ્નેહ કોઈ પણ વયમર્યાદાની બહાર છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હજુ પણ આ અનુભવમાંથી લાગણીઓથી ભરેલી છે. “એ ઊંડાણમાં હું હિંદના ભવ્ય ભૂતકાળ વિશે વિચારતો હતો. જ્યારે હું બહાર આવ્યો હતો, ત્યારે હું ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ તેમજ દ્વારકાની પ્રેરણા લઈને બહાર આવ્યો હતો. આનાથી ‘વિકાસ ઔર વિરાસત’ના મારા સંકલ્પને નવી શક્તિ અને ઊર્જા મળી.

તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારત માટેનાં મારાં લક્ષ્યાંક સાથે એક દૈવી માન્યતા સંકળાયેલી છે. અત્યારે રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોની નોંધ લઈને વડા પ્રધાને નવી મુન્દ્રા-પાણીપત પાઇપલાઇનનો ઉલ્લેખ કર્યો હતો, જે ગુજરાતનાં દરિયાકિનારાથી હરિયાણામાં પાણીપતમાં ઇન્ડિયન ઓઇલની રિફાઇનરી સુધી ક્રૂડ ઓઇલનું પરિવહન કરવા માટે કાર્યરત છે. તેમણે માર્ગો, રેલવે, વીજળી, સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો. સૌરાષ્ટ્રનાં લોકોને અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં ઉદ્ઘાટન પછી હવે એઈમ્સ રાજકોટ દેશને સમર્પિત છે. તેમણે આજે જે શહેરોમાં એઈમ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે તમામ શહેરોના નાગરિકોને પણ શુભેચ્છાપાઠવી હતી.
મોદીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ માત્ર રાજકોટ માટે જ નહીં, પણ સંપૂર્ણ દેશ માટે ઐતિહાસિક પ્રસંગ છે. આજે રાજકોટ વિકસિત ભારતમાં ઇચ્છિત સ્તરની સ્વાસ્થ્ય સુવિધાઓની ઝાંખી પ્રસ્તુત કરે છે.

‘મોદી કી ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી’ના વચનને દોહરાવતા તેમણે કહ્યું કે રાજકોટ એઈમ્સનો શિલાન્યાસ ૩ વર્ષ પહેલા તેમના હસ્તે કરવામાં આવ્યો હતો અને આજે તે બાંહેધરી પૂરી થઈ છે. એ જ રીતે પંજાબને એઈમ્સની ગેરંટી આપવામાં આવી હતી અને શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું. રાયબરેલી, મંગલગિરી, કલ્યાણી અને રેવાડી એઇમ્સ માટે પણ આ જ ચક્ર થયું છે. વીતેલા ૧૦ વર્ષોમાં અલગ-અલગ રાજ્યોમાં ૧૦ નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “મોદી કી ગેરંટી ત્યાં જ શરૂ થાય છે જ્યાંથી અન્ય લોકો પાસેથી અપેક્ષાઓ પૂરી થાય છે. છેલ્લાં ૧૦ વર્ષમાં હેલ્થકેર સિસ્ટમ અને માળખાગત સુવિધામાં થયેલા સુધારાને કારણે રોગચાળાને વિશ્ર્વસનીય રીતે નિયંત્રિત કરી શકાયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral