નેશનલ

ગેરકાયદે ખાણકામ કેસ સીબીઆઈએ અખિલેશને હાજર થવા જણાવ્યું

નવી દિલ્હી: પાંચ વર્ષ અગાઉ દાખલ કરવામાં આવેલા ગેરકાયદે ખાણકામ કેસને મામલે પૂછપરછ કરવા સીબીઆઈએ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને ગુરુવારે હાજર થવા
જણાવ્યું છે.

અખિલેશ યાદવ વર્ષ ૨૦૧૨-૧૩માં થોડા સમય માટે ખાણકામ ખાતાનો હવાલો સંભાળતા હતા. એ દરમિયાન ઈ-ટેન્ડરિંગની પ્રક્રિયામાં આચરવામાં આવેલી કથિત ગેરરીતિને મામલે અલાહાબાદ હાઈ કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો.

આક્ષેપ મુજબ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ના સમયગાળા દરમિયાન સરકારી કર્મચારીઓને ગેરકાયદે ખાણકામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી અને નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ (એનજીટી) દ્વારા ગેરકાયદે ખાણકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં લાઈસન્સ ગેરકાયદે રિન્યૂ કરવામાં આવ્યા
હતા.

આઈપીસીની કલમ ૧૬૦ અંતર્ગત પાઠવવામાં આવેલી
નૉટિસમાં સીબીઆઈએ અખિલેશને ૨૯ ફેબ્રુઆરીએ હાજર થવા
જણાવ્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

આ કલમ પોલીસ અધિકારીને તપાસમાં સાક્ષીઓને હાજર થવા જણાવવાની પરવાનગી આપે છે.

વર્ષ ૨૦૧૯માં દાખલ કરવામાં આવેલા કેસ અંગે પ્રતિક્રિયા આપતા અખિલેશે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને સીબીઆઈના આ પગલાંને આવનારી લોકસભાની ચૂંટણી સાથે સાંકળ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી