ટોપ ન્યૂઝનેશનલ

Loksabha Election: ‘…જે કોઈ કોંગ્રેસથી જીતશે, એને ભાજપમાં લઇ આવીશ’, આસામના મુખ્ય પ્રધાનનો દાવો

લોકસભાની ચૂંટણી (Loksabha Election) જાહેર થયા બાદ દેશભરના રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે, આવનારા સમયમાં રાજકીય માહોલ વધુ ગરમાય તેવી શક્યતા છે. આ દરમિયાન આસામ(Assam)ના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા(Himanta Biswa Sarama) સરમાએ ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

આસામના કરીમગંજ જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓની બેઠકને સંબોધતા મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી કારણ કે જો કોંગ્રેસમાંથી કોઈ જીતશે તો તે આગળ જતા ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં રહેશે કે કેમ તેની શંકા છે. કારણ કે દરેક ભાજપમાં જોડાવા માંગે છે.
નોંધનીય છે તાજેતરમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ પક્ષ છોડી, ભાજપ સાથે જોડાયા હતા. હજુ પણ ઘણા કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાય તેવી શકયતા છે. ખુદ હિમંતા બિસ્વા સરમા પણ લાંબા સમય સુધી કોંગ્રેસ રહ્યા હતા, તેઓ વર્ષ 2015માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.


હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર પાર્ટીમાં રહેવા માંગતો નથી, બધાએ ભાજપમાં જોડાવું છે. કોંગ્રેસમાંથી જેટલા ઉમેદવારો જીતશે, તેમાંથી એકને છોડીને તમામ ઉમેદવારોને હું ભાજપમાં લાવીશ.


તેમણે વધુમાં કહ્યું કે આ વખતે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપશે. અમે લઘુમતીઓના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ. આજે લઘુમતી યુવાનોને લાંચ આપ્યા વગર કામ મળી રહ્યું છે. લઘુમતીઓ પણ અમને મત આપશે. આ વખતે ભાજપ કરીમગંજ અને નાગાંવ બેઠકો પણ જીતશે.


ગયા મહિને આસામમાં કોંગ્રેસના બે વિધાનસભ્યોએ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.


ગયા અઠવાડિયે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024 માટેની તારીખોની જાહેરાત કરી હતી. ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે દેશમાં સામાન્ય ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. ચૂંટણી પ્રક્રિયા 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન સુધી ચાલશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. દેશના ત્રણ રાજ્યો યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં તમામ 7 તબક્કામાં મતદાન થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…