નેશનલ

હીટવેવ પ્રકોપઃ બંગાળમાં સરકારી સ્કૂલમાં ૨૨ એપ્રિલથી સમર વેકેશન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકારે ગુરૂવારે પ્રવર્તમાન હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સંચાલિત શાળાઓમાં એટલે કે સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન અગાઉ નિર્ધારિત તારીખ કરતા વહેલા એટલે કે ૨૨ એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

શાળા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ એક સૂચના અનુસાર વિદ્યાર્થીઓ સિવાય શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન રજા પર રહેશે, પરંતુ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબંધિત ચૂંટણી અધિકારીઓના નિર્દેશને આધિન રહેશે.

શાળા શિક્ષણ સચિવ દ્વારા પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક બોર્ડના પ્રમુખોને જારી કરાયેલ નોટિસમાં જણાવ્યા મુજબ પ્રવર્તમાન હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને સક્ષમ અધિકારીએ દાર્જિંલિંગ અને કાલિમપોંગ જિલ્લાના પહાડી વિસ્તારોની શાળાઓ સિવાય તમારા વહીવટી અધિકારક્ષેત્ર હેઠળની શાળાઓમાં ઉનાળાના વેકેશનને ૨૨ એપ્રિલથી પૂર્વે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે, જેમાં વર્તમાન શૈક્ષણિક સમયપત્રક આગળના આદેશ સુધી ચાલુ રહી શકે છે.

અગાઉ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અને બંગાળના ઉત્તરીય ભાગોમાં ઘણી શાળાઓને પહેલાથી જ સુરક્ષા દળોના કેમ્પમાં તેમજ બૂથમાં ફેરવી દેવામાં આવી છે. ઉનાળુ વેકેશન ૬ મેથી નક્કી કરવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રધાન બ્રત્યા બાસુએ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓને પણ વિદ્યાર્થીઓના હિતમાં ઉનાળાની રજાઓ અગાઉથી શરૂ કરવા વિનંતી કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?