મહારાષ્ટ્ર

Heatwaveને ધ્યાનમાં લઈને Guideline બહાર પાડતા Health Departmentએ કહ્યું…

મુંબઈઃ દેશમાં તેમ જ રાજ્યમાં વધી રહેલાં ગરમીના પ્રકોપને કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ જ બાબતને ધ્યાનમાં લઈને વિવિધ કંપનીઓ અને કારખાનામાં કામ કરનારા કર્મચારીઓ માટે આરોગ્ય વિભાગ દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનમાં આપવામાં આવી રહેલી માહિતી અનુસાર કામના સ્થળે ઠંડા પાણીની વ્યવસ્થા અને કર્મચારીઓને દર 20 મિનિટે વોટર બ્રેક આપીને કર્મચારીઓને પાણી પીવાનું યાદ કરાવવાની ભલામણ કરવામાં આવી છે. રાજ્યમાં દિવસે દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ તાપમાનમાં વૃદ્ધિ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

વધી રહેલી ઉષ્ણતાને કારણે નાગરિકોને હિટ સ્ટ્રોકની સમસ્યા સતાવે એવી પૂરેપૂરી શક્યતા છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકો માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. કંપનીઓ અને કારખાનામાં કર્મચારીઓને સતત કામ કરવું પડતું હોય છે જેને કારણે તેમને પાણી પીવાનો પૂરતો સમય મળતો નથી.

પરિણામે આરોગ્ય વિભાગ દ્વારા અલગથી એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને આ ગાઈડલાઈન અનુસાર કામના ઠેકાણે ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી આપવું ફરજિયાત હોઈએ દર 20-25 મિનિટે કર્મચારીઓને પાણી પીવા માટે વોટર બ્રેક આપવાની ભલામણ કરવામાં આવી છે.

આ સિવાય આ ગાઈડલાઈનમાં કામના ઠેકાણે કામચલાઉ શેલ્ટર હોમ ઊભા કરવામાં આવે અને બહારના કામ માટે સવાર અને સાંજનો સમય પસંદ કરવામાં આવે એવી ભલામણ પણ આ ગાઈડલાઈનમાં કરવામાં આવી છે. જો કોઈ કારણ અનુસાર કર્મચારીને બહાર મોકલવો જ પડે એમ હોય તો એક કલાકના કામ બાદ તેને પાંચ મિનિટનો બ્રેક આપવો પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”