મનોરંજન

Happy Birthday: જે છોકરી ગમી ગઈ તેની સાથે લગ્ન કરવા તેનાં પતિ પાસેથી માગી હતી પરવાનગી

Bollywoodમાં પોતાની અમિટ છાપ છોડવી સહેલી નથી. અહીં દરેક્ષ ક્ષેત્રમાં જબરી સ્પર્ધા છે અને ખેંચતાણ પણ એટલી જ. એમાં પણ તમે જો નોનફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હો તો કામ મળવું અને ટકી રહેવું પણ એક મોટો સંઘર્ષ છે. આવા કેટલાય સંઘર્ષ કરીને સંગીતજગતમાં જેઓ અજરઅમર થઈ ગયા તેમનો આજે જન્મદિવસ છે. આ ફનકારને ફાળે એક ખાસ સિદ્ધિ એ જાય છે કે તેમણે આમ જમતાને ગઝલ સાથે રૂબરૂ કરાવ્યા. પહેલા ગઝલો ઊર્દુમાં ગવાતી કે બોલાતી અને તે અમુક ઘરાનાની મહેફીલો સુધી મર્યાદિત હતી, પણ આજના બર્થ ડે સેલિબ્રિટી (Birthday celebrity) એ તેને ઘરે ઘરમાં સંભળાતી કરી. ગઝલનું નામ આવે એટલે તમારા મનમાં એક ચહેરો અને એક રૂમાની અવાજ આવશે અને તે જ છે આજના બર્થ ડે સેલિબ્રિટી જગજીત સિંહ (Jagjit sinh). હા આજે તેમનો જન્મદિવસ છે. 8 ફેબ્રુઆરી, 1941માં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા જગમોહન સિંહ ધીમાન મુંબઈ આવ્યા અને જગજીત સિંહ બન્યા.

મુંબઈ ભાગીને આવેલા જગજીતે હોટલો-લગ્ન સમારંભોમાં ગાઈને પેટ ભર્યું હોવાનું પણ કહેવાય છે. ધીમે ધીમે જગજીતની અવાજનો જાદુ ચાલ્યો. મિર્ઝા ગાલિબમાં તેમનું કામ ખૂબ જ વખાણાયું. તે બાદ તો એકથી એક બેહતરીન ગઝલ તેમણે આપી. આજે અમે તેમની પર્સનલ લાઈફ વિશે પણ તમને જણાવશું. જગજીત સિંહ (Jagjit sinh). એક કર્મશિયલ એડ માટે રેકોર્ડિંગ કરવા ગયા હતા. ત્યાં તેમની મુલાકાત ચિત્રા નામની ગાયિકા સાથે થઈ. જગજીતને તે ગમી ગઈ. પણ પછી ખબર પડી કે ચિત્રા પરણેલી છે અને તેને મોના નામની એક પુત્રી પણ છે.

જોકે તે સમયે ચિત્રા તેમના પતિ દેવુ પ્રસાદ દત્તાથી અલગ તો રહેતી હતી, પરંતુ તેણે છૂટછેડા લીધા ન હતા. તમે નહીં માનો જગજીતે ચિત્રાના પતિને સમજાવ્યા અને ચિત્રાને પરણવાની પરવાનગી માગી. તે બાદ બન્ને પરણી ગયા અને તેમનો એક દીકરો વિવેક જનમ્યો, પણ ઈશ્વરને કંઈક અલગ જ મંજૂર હતું. એક રોડ એક્સિડેન્ટમાં વિવેકનું મોત થઈ ગયું. આ વાતનો એટલો મોટો ધક્કો જગજીતને લાગ્યો કે તેણે લાંબા સમય સુધી ગાવાનું છોડી દીધું અને બન્ને પતિ-પત્ની જાણે બીજી જ દુનિયામાં રહેવા લાગ્યા. ધીમે ધીમે હોશ સંભાળ્યા બાદ ફરી તેમણે સંગીતની દુનિયામાં કદમ રાખ્યા. વર્ષ 2011માં તેમનું નિધન થયું.

જોકે તેમની ગઝલો આજે પણ દરેક ઘરમાં ગૂંજતી હોય છે. તે સમયે કેસેટનો જમાનો હતો આથી જે પરિવારોએ કેસેટ સાચવી રાખી હશે તેમના કલેક્શનમાં જગજીત સિંહ (Jagjit sinh)તો હશે જ. 90ના દાયકામાં તમારા કલેક્શનમાં જગજીતની કેસેટ હોય તો તમે ખરા સંગીતના ચાહક છો તેવી વણલખાયેલી શરત હતી.
ગઝલ સમ્રાટને જન્મદિવસે એક જ વાત કહેવાનું મન થાય કહાં તુમ ચલે ગયે…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…