ઉત્સવ

ગૂગલ ૨૫: હેપી બર્થ ડે ટુ યુ..

ટૅક વ્યૂ – વિરલ રાઠોડ

ગૂગલ સર્વિસ શરૂ થયા ને ૨૫ વર્ષ પૂરાં થઈ ગયાં છે. સ્પેલિંગ મિસ્ટેકથી લઈને છેક વર્લ્ડ વાઈલ્ડ પ્લેટફોર્મ બનવા સુધીની એક આખી જર્ની એટલી સરસ રહી કે સુંદર પિચાઈએ આ સમગ્ર જર્નીને ટાઈમ પિરિયડ નામ આપી દીધું. બે મિત્રોની દુનિયાને એક એવી ભેટ છે જેમાં મનોરંજન સાથે માહિતીનો ખજાનો છે. એ પણ એવો ખજાનો કે જે તદ્દન ફ્રી છે બીજી તરફ આ ખજાનો ક્યારેય ખૂટે એમ નથી. નાનામાં નાના વેપારીથી લઈને મોટા વ્યવસાયિક સુધી દરેક વ્યક્તિને ગૂગલ ની જરૂર છે. તો બીજી તરફ કંપનીએ પણ લોકો સાથે કનેક્ટ રહેવા માટે ગણી ન શકાય એટલી સર્વિસ ઊભી કરી દીધી છે. પણ જે સર્વિસ માટે એક ભારતીય તરીકે આપણે સૌને ગૌરવ થાય એ સર્વિસ એટલે ગૂગલ મેપ્સ. જેની પાછળ આપણા ભારતીય સુંદર પિચાઈ નું ગજબનું ભેજુ છે.

આમ તો સમગ્ર કંપનીની ઘણી બધી નાની મોટી હકીકત સૌ કોઈ જાણે છે. પણ એક એવી હકીકત કે જેની ભાગ્યે જ કોઈને ખબર છે. સૌપ્રથમ તો આ કંપની માત્ર અમેરિકા પૂરતી જ મર્યાદિત હતી. નેટવર્ક આટલું મોટું બનાવવાનો વિચાર પણ નહોતો. પછીથી કંપનીએ માહિતીના સતત સવાલોના જવાબ દેવાનું વિચાર્યું એટલે સર્ચ એન્જિન વેબસાઈટ તરીકે ઊભું થયું. કંપનીની કલરફુલ હાઈલાઈટ સમયાંતરે ન્યુઝ અપડેટ થકી આપણા સૌ સુધી પહોંચી રહી છે. પણ આજે ૨૫ વર્ષની સફરમાં કંપનીની કેટલી બધી પ્રોડક્ટ દુનિયા બદલી રહી છે એની ઝાંખી પર એક નજર કરીએ. ઉપાડી લો નોટ અને પેન અને બનાવો ગૂગલ સર્વિસની એ ટુ ઝેડ. એનાલિટિક્સ, એન્ડ્રોઇડ, બ્લોગર, બિઝનેસ મેસેજ, બ્રાઉઝર ક્રોમ, ડેટા સેન્ટર, ડેટા સ્ટુડિયો, ગૂગલ એડ્સ, આસિસ્ટન્ટ, ક્લાઉદ, ડિજિટલ ગાર્ગેજ, ડોમેન સજેશન, સર્ચ એન્જિન એન્ટરપ્રાઇઝ, માર્કેટિંગ પ્લેટફોર્મ, વર્ક પ્લેસ,,ઙ ડિઝાઇન, ટ્રેન્ડ, શોપિંગ ટેપ્સ, સર્વે, ટાસ્કેલિસ્ટ, આટલી સર્વિસ થી કંપની ખરા અર્થમાં ટેકનોલોજીની દુનિયામાં બાહુબલી સમાન છે.

ઘણી વખત એવું બને છે કે નવી સર્વિસ શરૂ થતા પહેલા જ કંપનીમાં એના જુદા જુદા ટ્રાયલ શરૂ થઈ જાય છે. આ સિવાય કંપની પાસે પોતાનું ડેસબોર્ડ છે. ઙહફુ તજ્ઞિંયિ થી લઈને પેમેન્ટ ગેટવે સુધી તમામ પ્રોડક્ટમાં પાયાની વસ્તુને સિક્યુરિટી છે. એક પણ જગ્યાએ ડેટાની મિક્સિંગ ન થાય એવી તો કેટલીય પ્રોગ્રામ ટેકનોલોજી કંપનીએ ઊભી કરી દીધી છે. આ જન્મદિવસ પછી કંપની કંઇક મોટું કરવાની દિશામાં વિચારી રહી છે. કુલ મળીને ૨૫૧ જુદી જુદી પ્રોડક્ટમાંથી કંપની એવડું મોટું ટર્નઓવર કરી રહી છે કે આવનારા એક દાયકામાં કોઈ એવી મોટી ટેકનોલોજી લાવીને મૂકી દેશે જેનાથી આ વર્ચ્યુઅલ વર્લ્ડ એક અલગ દિશામાં જાય.

ક્રિએટિવિટી સાથે સિક્યુરિટી પણ એટલી પાવરફુલ આપશે કે કંપનીઓ ઘણી બધી રીતે ઓનલાઇન આવવા માટે તૈયાર થશે. માર્કેટ પ્લેસથી લઈને મનોરંજન સુધી એક આખી ફોર્મ્યુલા બદલવાની ટ્રાયમાં કંપની છે. જોકે પોતાના પ્લાનિંગ વિશે કંપની ક્યારે એડવાન્સમાં આખું માળખું સમજાવતી નથી. આ પહેલા પણ કંપનીએ સમયાંતરે જુદી જુદી અપડેટ આપીને ઘણી બધી રીતે સર્વિસ લોન્ચ કરી છે. એન્ડ્રોઇડ પ્રોગ્રામિંગના ઘણા બધા તૈયાર પ્રોગ્રામ્સ પણ લજ્ઞજ્ઞલહય પર પ્રાપ્ય છે જેમાં ઘણી બધી રીતે ડેવલોપર્સ અને પ્રોગ્રામર્સને મોટી મદદ મળી રહે છે. ૨૭ મી સપ્ટેમ્બર ૧૯૯૮ નો દિવસ કંપની માટે એટલા માટે યાદગાર છે કારણ કે આ દિવસે એક આખી ટીમ કંપની ફોર્મેટમાં પરિવર્તિત થઈ. વાત એવી પણ જાણવા મળી શકે આ સમગ્ર વેબસાઈટને શરૂ કરવા માટે લેરી પેજ અને સર્જી બ્રીનસે થોડા પૈસા પોતાના પ્રોફેસર પાસેથી પણ લીધા હતા. આમ તો દરેક સ્ટાર્ટ અપ નાના પાયા ઉપર જ ઊભું થતું હોય છે, પરંતુ આ કંપની ભાડે રાખેલા એક રૂમમાં શરૂ થઈ હતી.

સર્ચ એન્જિન કંપની સમયાંતરે ફોન્ટમાં ફેરફાર કરે છે જે ફોન્ટ વેબસાઈટ પર સતત એક વર્ષ સુધી યથાવત રહે છે વર્ષ ૧૯૯૮ થી આજ સુધી કુલ ૧૨ વખત ફોન્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે બીજી તરફ તહેવાર નિમિત્તે કે જાણીતી હસતીના બર્થ ડે કે નિધન પર તૈયાર કરવામાં આવતું ડુંડલ ઘણી બધી રીતે યુઝર્સને પસંદ પડી રહ્યું છે. આ પછી પોતાની ઓફિસ પૂરતું ન રાખતા ડિઝાઇનિંગના દ્વાર કંપનીએ લોકો માટે પણ ખોલી દીધા. ભારતમાંથી પણ ઘણા બધા ડિઝાઇનરોના ડુંડલ કંપની સુધી પહોંચ્યા છે. આવનારા દિવસોમાં કંપની કંઈક પ્રોડક્ટ લાવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલમાં એશીથી વધારે ભાષામાં તૈયાર થયેલું લજ્ઞજ્ઞલહય હવે પ્રાદેશિક ક્ધટેન્ટ પર વધુ ફોકસ કરી રહ્યું છે. ભારતમાંથી આ રેશિયો ધીમે ધીમે એટલો વધી રહ્યો છે કે આવનારા દિવસોમાં લેંગ્વેજ એક્સપોર્ટની જવાબદારી વધવાની છે એ વાત નક્કી છે. જોકે આ મામલે હજુ જુદા જુદા હેડ ક્વાર્ટરમાં બેઠક થયા બાદ જ કંપની મોટાભાઈ નિર્ણય લેશે. એક અંદાજ પ્રમાણે આખા વિશ્ર્વમાં ટેકનોલોજી ઇનોવેશન તરીકે સમયાંતરે કંપનીને ૭૦૦ થી વધારે કંપનીઓના પ્રોજેક્ટની ઓફર મળેલી છે આ પણ એક ખરા અર્થમાં મોટી સિદ્ધિ છે.

આઉટ ઓફ ધ બોક્સ
ભૂતકાળને સાથે ન રાખી શકાય, પરંતુ કપરી પરિસ્થિતિમાં જે શિખામણ ભૂતકાળે આપી છે એ ક્યારેય આપણે ભૂલવી ન જોઈએ. ભવિષ્યનો વિચાર અને વર્તમાનના પ્રયાસો આ બંનેનો સરવાળો એટલે પરિણામને પોલિશ કરવાની પ્રક્રિયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey