ચાંદી રૂ. ૮૨૭ તૂટી, સોનામાં રૂ. ચારનો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે સોનામાં ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૧ ટકાનો સુધારો આવ્યો હોવાના નિર્દેશ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ચારનો સાધારણ ઘસરકો આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો […]

Continue Reading

જી-૭ રાષ્ટ્રોના રશિયન સોનાની આયાત પર પ્રતિબંધની શક્યચાએ વૈશ્ર્વિક સોનું ઉછળ્યું

મુંબઈ: રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના વિરોધમાં પશ્ર્ચિમના સાત રાષ્ટ્રોના સંગઠન રશિયન સોનાની આયાત પર પ્રતિબંધ મૂક્વા અંગે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલ અને જો પ્રતિબંધ મુકવામાં આવે તો સોનાના પુરવઠા પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે સોનાના ભાવમાં તેજીનો કરંટ રહ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે મધ્ય સત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૫૭નો ચમકારો આવ્યો હતો અને ભાવ પુન:

Continue Reading

સોનામાં વધુ રૂ. 161નો અને ચાંદીમાં રૂ. 335નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વધતા ફુગાવાને દબાણ હેઠળ લાવવા માટે વધુ આકરા પગલાં લેવાનો સંકેત આપતાં આજે વિશ્ર્વ બજારમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલી સામે […]

Continue Reading

ડૉલર મજબૂત થતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. 150 અને ચાંદીમાં રૂ. 694નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ 0.3 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોનાચાંદીના ભાવમાં પીછેહઠનું વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે […]

Continue Reading

વૈશ્ર્વિક સોનામાં સાંકડી વધઘટ, સ્થાનિકમાં રૂ. ૧૦૫નો ઘટાડો, ચાંદી રૂ. ૫૦૯ નરમ

મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગત શુક્રવારે સોનાના ભાવમાં ૦.૩ ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના નિર્દેશો હતા. તેમ છતાં સ્થાનિકમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ તેમ જ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં સાધારણ પાંચ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી આયાત પડતરમાં ઘટાડો થવાથી હાજરમાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.

Continue Reading

વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. ૫૭૧નો સુધાારોે, ચાંદી રૂ. ૧૧૨૩ ચમકી

મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે લંડન ખાતે સોના-ચાંદીમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હોવા છતાં સ્થાનિક ઝવેરી બજારમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલીને ટેકે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬૯થી ૫૭૧નો સુધારો આવ્યો હતો અને શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. ૫૧,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૨૩નો ચમકારો આવ્યો હતો.

Continue Reading

રૂપિયો બાર પૈસા નબળો પડતાં સોનામાં રૂ. ૯૮નો સુધારો, ચાંદી રૂ. ૩૬૩ વધી

મુંબઈ:આજે મોડી સાંજે થનારી અમેરિકાના અઠવાડિક રોજગારીના ડેટાની જાહેરાત અને આવતીકાલે મે મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજારમાં ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ હતા

Continue Reading

કેજરીવાલના પ્રધાન સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી! સંબંધીના ઘરેથી કરોડોની રોકડ અને મોટા પ્રમાણમાં સોનું મળ્યું

દિલ્હી સરકારમાં પ્રધાન સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી રહી છે. જાણકારી અનુસાર ઇડીએ કરેલી રેડમાં જૈનના સંબંધીના ઘરેથી 2.82 કરોડ રૂપિયા કેશ તેમ જ સોનાના બિસ્કિટ અને 133 સોનાના સિક્કા  મળી આવ્યા છે.

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ સત્યેન્દ્ર જૈનના અનેક ઠેકાણાઓ પર ઇડીની ટીમો છાપો મારી રહી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સાથે જ હવાલા ઓપરેટર્સના ઠેકાણાઓ પર પણ ઇડી રેડ પાડી રહી છે.

Continue Reading