ધર્મતેજ

કર્મનું ભક્તિમાં રૂપાંતર

ગીતા મહિમા – સારંગપ્રીત

ગત અંકમાં સાધનામાં અભ્યાસના મહત્ત્વને સમજ્યા. હવે કર્મ ભક્તિરૂપ કેવી રીતે બને છે, તે જાણીએ.
પરમાત્મા ભક્તવત્સલ છે. તેમને મનુષ્યની મર્યાદાઓનો સુપેરે ખ્યાલ છે. એટલે હવે તેઓ ભક્તની રુચિના આધારે સાધનાના વિવિધ માર્ગ બતાવી રહ્યા છે. તેમાં પ્રથમ કહે-
“અભ્યાસેપ્યસમર્થોસિ મત્કર્મપરમો ભવમ
મદર્થમપિ કર્માણિ કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ ય 10/12ય અથાત
અભ્યાસમાં પણ અસમર્થ હોય તો તું મારે અર્થે કર્મ કરનારો થા. મારા માટે કર્મ કરતો રહીને પણ તું સિદ્ધિ પામીશ.”
મનુષ્ય મનની વિચિત્રતા પરમાત્મા સારી રીતે જાણે છે. બહુ થોડા મનુષ્યો અભ્યાસ એટલે કે કોઈ એક ભક્તિમય ક્રિયા લાંબા સમય સુધી કરી શકે છે. અને આથી જેવી રીતે કાર્યદક્ષ શિક્ષક વિદ્યાર્થીને અઘરી લાગતી બાબતને સરળ બનાવીને શીખવાડે છે. તેમ પરમાત્મા અહીં સરળ સાધના બતાવે છે, પરમાત્માના અર્થે કર્મ કરવાની ! એટલે કે સેવાની ! કારણ કે પરમાત્માને અર્થે થતાં કોઈ પણ કર્મમાં વગર પ્રયત્ને પરમાત્માનું અનુસંધાન રહે છે.
ભગવાનમાં મન પરોવીને કર્મ કરવું' તેથી ઊલટુંભગવાન માટે કર્મ કરીને ભગવાનમાં મન પરોવવું’, તે પણ તેટલું જ સાચું છે. ભગવાન માટે કર્મ કરવા એટલે મંદિર બાંધવા, ભગવાન માટે થાળ તૈયાર કરવો, ભગવાનની પૂજા-અર્ચના વગેરે. જેવી રીતે કોઈ સિવિલ એન્જિનિયર હોય તે લાંબો સમય મંદિરમાં બેસીને માળા, જપ, તપ ન કરી શકે પણ મંદિર, તેના રસ્તા કે બાગ બગીચા વગેરેના બાંધકામનું કાર્ય કરે તો પણ ભગવાન તેને સ્વીકારે છે. આ રીતે જેની જે પ્રકારની રુચિ અને આવડત હોય તેને લગતું કર્મ જો પરમાત્માની અર્થે થાય તો તે કર્મ પણ પરમાત્માની સમીપ પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
એક વિચાર એવો પણ થાય કે અતિ સમર્થ એવા પરમાત્માને કે સમર્થ એવા સાચા સંતને આપણી સેવાની શી જરૂર પડે? પણ પરમાત્મા એવી તક ઊભી કરે છે, જેમાં આપણે પોતાનું મોટું ભાગ્ય માનીને જોડાઈએ તો પરમાત્માની સેવા કર્યાનો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે અને પરમાત્મા પણ રાજી થાય છે. તેર-ચૌદ વર્ષની દીકરી વાંકીચૂકી રોટલી કરીને માતા પિતાને જમાડે છે, ત્યારે તેઓની ખુશી તમે જોઈ છે? તેમને તો પોતાની કરેલી સરસ મજાની ગોળ ફૂલેલી રોટલી કરતાં પણ પોતાની દીકરીએ કરેલી રોટલી ખાવાનો અનેરો આનંદ આવે છે. બસ આવો જ આનંદ ભગવાનને આવે છે. ભગવાન પણ પોતે બધું જ કરી શકે છે છતાં પોતાના ભક્તોને ભગવાન માટે કંઈક કર્યાનો આનંદ અને સંતોષ મળે એટલા માટે એવા અવકાશ ઊભા કરે છે.
પરમાત્મા માટે કેવી રીતે કર્મ કરવાનું હોય? તે તો પૂરી એકાગ્રતાથી થયેલું ઉત્તમ અને કલ્યાણકારી જ હોવું ઘટે. તો જ પરમાત્મા તેનો સ્વીકાર કરે.
મોટેભાગે આપણે કાર્ય તો કરીએ છીએ પણ જોઈએ તેટલું મન જોડાતું નથી. આવી રીતે થતાં કાર્ય
મનની બહુધારા વૃત્તિને ઈંગિત કરે છે, જેમાં કરનાર ક્યારેય એકાગ્ર થઈને કાર્ય કરતો નથી. એટલે કાર્ય દેખાતું નથી.
બીજા પ્રકારના લોકો કાર્ય અને કરનાર બંનેને મહત્ત્વપૂર્ણ ભાગ માને છે. સફળ માણસો આ પ્રકારની શ્રેણીમાં આવે છે. ત્રીજો પ્રકારમાં આવતા માણસો વિરલ હોય છે. તેઓ પોતાના કામમાં એટલા ઓતપ્રોત થઈ જાય છે કે કરનાર પોતે કાર્યમાં ભળી જાય છે અને ફક્ત કાર્ય દેખાય છે. એવા લોકો છે જે જીવનમાં અસાધારણ સફળતા મેળવે છે. નૃત્યની રજૂઆત ત્યારે જ અદ્ભુત બને છે, જ્યારે નૃત્યકાર નૃત્ય સાથે એકાકાર થઈ જાય છે અને આંખ સમક્ષ ફક્ત નૃત્ય જ રહે છે.
જ્યાં ઉત્કૃષ્ટ સર્જન થાય છે અને સર્જક સર્જનમાં ઓગળી જાય છે તેનું આદર્શ ઉદાહરણ એટલે દિલ્હીનું અક્ષરધામ. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામનું સર્જન કરીને એક સાંસ્કૃતિક ક્રાંતિ કરી છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં `વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિર’ તરીકે સ્થાન પામેલા આ પરિસરે આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ કરીને, ભારતના પ્રાચીન વારસાનું જગતદર્શન કરાવ્યું છે. અને ભારતીય મંદિરને નવીનતા અને જીવંતતા અર્પી છે. આ જ તો પરિભાષા છે ઉત્તમ અને કલ્યાણકારી કાર્ય એટલે કે પરમાત્મા અર્થે થયેલ કર્મની. સ્વામીશ્રીએ આ મહામંદિરના નિર્માણ પાછળનો હેતુ પણ સ્પષ્ટ કર્યો હતો કે અક્ષરધામનું નિર્માણ ભગવાન અને અમારા ગુરુ યોગીજી મહારાજને રાજી કરવા કર્યું છે. કોઈને બતાવવા કે હરીફાઈ માટે નહિ!
ખરેખર આ રીતે કાર્ય થાય તો તે ભક્તિરૂપ બની જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…