ઉત્સવ

આ વિધિના ખેલ કે ઈગો?

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

આજે પ્રિયંકા ત્રિવેદીના આનંદનો પાર ન હતો. એક બાહોશ અને યુવાન સોલીસીટર તરીકે એણે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.મુંબઈ હાઈકોર્ટમાં પ્રિયંકા એક સિનિયરવકીલ સામે એક
કોમ્પલીકેટેડ કેસ જીતી શકી હતી.

કોફી હાઉસમાં પોતાના આસિસ્ટન્ટ મનોજ મહેતા સાથે કોફી પીતા પીતા પ્રિયંકાએ કહ્યું- સાત વર્ષની મારી પ્રેક્ટીસ અને સોલિસિટર થયા પછીનો આ કેસ હું જીતી શકી એનો મને ખૂબ સંતોષ છે. એક નિર્દોષને ન્યાય અપાવવો એ જ આપણા પ્રોફેશનનું એથીકસ કહી શકાય. તે હું કરી શકી.

રીયલી, પ્રિયંકા તમે મેટર સરસ રીતે રજૂ કરી. યુ ગેવ ગુડ ફાઈટ. હવે એ ફાયનાંનસ કંપની તરફથી આપણા અસીલને મોટી રકમ પણ મળશે. આપણા સર્કલમાં બધા તારી સફળતાને બીરદાવશે. મનોજે હરખથી કહ્યું.

પણ, મનોજ, આય મીસ માય મોમ એન્ડ ડેડ. આટલું બોલતા એની આંખ ભરાઈ આવી. મારી સફળતાને માણવા મારા પ્રોફેશનલ લોયર પેરેન્ટસ કયાં છે? યુ નો માય ટ્રેજેડી, હું ઈમોશનલ સેટ બેકમાં હતી ત્યારે મોમ વોઝ નોટ વીથ મી. હું લો કોલેજના ફર્સ્ટયરમાં હતી ત્યારે જ મારા પેરેન્ટસ સેપેરેટ થઈ ગયાં હતા.

રિલેક્ષ, નાવ યુ આર ડુઈંગ વેલ. મનોજે હૂંફાળા સ્વરે કહ્યું.

મનોજ, તું જાણે છે મારી મોમે પણ પંદર વર્ષ આ જ ઓફિસમાં પ્રેકટીસ કરી છે. હું સ્ત્રીઓના કેસમાં એક્સપર્ટ બનું, અને પીડિત
મહિલાઓને ન્યાય અપાવું. મોમની આ ઈચ્છાને પૂરી કરવા જ મેં સાયન્સને બદલે આ ફીલ્ડ પસંદ કર્યું. ડેડીએ મારા પ્રોફેશનલ ગુરુ તરીકે હાથ પકડ્યો હતો, પણ, આજે એ બેમાંથી મારી સાથે કોઈ નથી.

મનોજે પ્રિયંકાનો હાથ પકડી તેને સાંત્વન આપતાં કહ્યું- પ્રિયંકા હું સમજી શકુ છું. પણ, પેરેન્ટસના અંગત પ્રોબલેમમાં તે વખતે તું શું કરી શકે?

મનોજ, તે વખતે નહીં પણ, આજે પણ શું કરી શકું- આય એમ ગુડ ફોર નથીંગ. પ્રિયંકાએ દીનસ્વરે કહ્યું.

પ્રિયંકા, ડોન્ટ બી અપસેટ. હું વ્યવસાયે તારો આસિસ્ટન્ટ છું, પણ, વી આર ગુડ ફ્રેન્ડસ એન્ડ આય એમ ઓલવેઝ વીથ યુ.

મનોજે કહ્યું.

થેંકસ, મનોજ, તારો આ સપોર્ટ મારી તાકાત છે. મને એલએલબીની ડિગ્રી મળી ત્યારે ડેડી હતા, પણ મોમ ન આવી. અને ડેડ દુબઈ ગયા પછી આ ઓફિસમાં મહેમાનની જેમ આવી હતી. બીજા માળે જસ્ટીસ ચતુર્વેદી અંકલ જ મારા ગાઈડ છે.

પ્રિયંકા, ફરગેટ ધેટ હાર્ડ ટાઈમ. આજે તો સફળતાને માણીએ. હવે કયા કેસને ફોલોઅપ કરીશું? મનોજે પૂછ્યું.

ફોલોઅપ કેસની ચર્ચા કરી બંને ઘર તરફ વળ્યા. પ્રિયંકા ઘરે આવી ત્યારે રાત્રે આઠ વાગી ગયા હતા. આજે મોમ-ડેડને યાદ કરીને ખુબ એકલતા અનુભવતી હતી. જૂના આલબમ જોઈને મન મનાવ્યું. મારે હવે જીવનનો જંગ એકલે હાથે લડવાનો છે એમ નિશ્ર્ચય કરીને સૂઈ ગઈ.

બીજે દિવસે પ્રિયંકા ઓફિસમાં પહોંચી ત્યાં જ જસ્ટીસ ચતુર્વેદીનો ફોન આવ્યો. આય એમ પ્રાઉડ ઓફ યુ. કોંગ્રેચ્યુલેશન. ઈતની બડી કંપની કે સામને ડિલ કરના ઔર અસીલ કો ન્યાય દીલાના. મૈં બહોત ખુશ હૂં. મેરા દોસ્ત ત્રિવેદી યહાં હોતા તો કિતના ખુશ હોતા.

યસ, અંકલ યુ આર રાઈટ. મૈં ભી મોમ-ડેડીકો આજ મિસ કરતી હૂં. અંકલ, ફેમીલી ડીસપ્યુટ કે કારણ ઐસે કોઈ વિદેશ ચલા જાતા હૈ ક્યા?, ઔર મેરે બારેમેં કીસીને કુછ સોચા હી નહીં. ફેમીલી પ્રોબ્લેમ સોલ્વ ભી કર શકતે થે ના?.

જો, બેટા તુ મુઝે અંકલ કહતી હૈ ન- તો નિરાશ ક્યું હોતી હૈ. હરેક વ્યક્તિ કો અપની જિંદગી અપને તરીકે સે જીને કા હક્ક હૈ. લેટ અસ એન્જોય યોર એચીવમેન્ટ. આય વોન્ટ ટુ ગીવ સ્પેશિયલ પાર્ટી ફોર યુ, અંકલે કહ્યું.

થેંકસ અંકલ. બટ નોટ નાવ. કહેતાં પ્રિયંકાએ ફોન મૂકયો.

ટેબલ પર સામે મૂકેલા મોમ-ડેડીના ફોટા સામે પ્રિયંકા એકીટસે જોઈ રહી હતી, ફરી પાછી વેદનાના વાદળ તેને ઘેરાઈ વળ્યા.

મનોજ પેન્ડીંગ કેસની ચર્ચા કરવા ફાઈલ લઈને આવ્યો. ખુરશી પર બેસતાં જ મનોજે કહ્યું- પ્રિયંકા, તુ છેલ્લાં આઠ વર્ષથી આ ઓફિસ સંભાળે છે, પણ આટલી નર્વસ મેં તને કયારેય જોઈ નથી. હું એક મિત્ર તરીકે કહું છું કે તમારા લક્ષ્ય તરફ આગળ વધવું સારું. ભૂતકાળની દુ:ખદ ઘટના યાદ કરીને શું ફાયદો.

પ્રિયંકા મનોમન વિચારતી હતી કે બંને વચ્ચે સારી અંડરસ્ટેન્ડીંગ હતી તો પણ ડાયવોર્સ કેમ લીઘા હશે? આજે અમે ત્રણેય જણા એકમેકથી દૂર ફંગોળાઈ ગયા છીએ. મોમ બેંગલોરમાં, હું મુંબઈ અને ડેડી દુબઈમાં ! શું આ જીવન છે? લવમેરેજનો અર્થ લવ ફ્રોમ હાર્ટ કે બ્રેક ધ લવ.

પ્રિયંકા બોલી, વી હેડ અ વેરી હેપી ફેમીલી. આ જ ઓફિસમાં મારા મોમડેડે પ્રેકટીસ શરૂ કરી. માય મોમના કામથી કલાયન્ટસ વધુ ઈમ્પ્રેસ થઈ જતા. બંન્ને પોતાનું પ્રોફેશનલ કામ સ્વતંત્ર રીતે કરતા હતા.મોમના કલાયન્ટસ ડેડી કરતા વધવા લાગ્યા એટલે ડેડીને સેટબેક થતો હશે. ડેડ ઓપ્નલી કંઈ બોલતા નહીં પણ કલાયંટ સામે મોમનું અપમાન કરે, જે મોમ સહન કરી લે. મારા ડેડ ખુબ ઈગોઈસ્ટ. વળી મોમના કલાયન્ટને પોતાની કેબીનમાં બોલાવીને કેસ પોતાની પાસે ખેંચી લેવાની કોશિશ કરતા.

આમ તો મુંબઈ હાઈકોર્ટમાં બંન્ને બેસ્ટ લોયર તરીકે જાણીતા હતા. મારું લોના અભ્યાસનું છેલ્લું વર્ષ હતું. મોમને એક મોટો કેસ મળ્યો. કેસની ચર્ચા માટે મોમને વારંવાર ક્લાયન્ટ સાથે મિટિંગ કરવી પડતી. તે દિવસોમાં ડેડી પાસે ફક્ત ત્રણ-ચાર મામુલી કેસ જ હતા. કેસ અંગે પાકી માહિતી મેળવવા મોમ ત્રણ દિવસ માટે કર્જત ગઈ. બસ, આ જ કપરા દિવસોએ અમારું કુટુંબ છિન્નભિન્ન કરી નાંખ્યું.

એ રાતે એમના બેડરૂમમાંથી સંભળાયેલી મોમની ચીસો,
ડેડના ઘાંટા હું ભૂલી શકી નથી. બીજે દિવસે મોમ ઘર છોડીને ગઈ, ફરી કયારેય આવી નહીં, જતાં જતાં મને કહ્યું- મેં કંઈ ખોટું કામ નથી કર્યું. મારું કોન્સીયસ સાફ છે. હું માફી નહીં માંગું. ડેડીએ મોમને રોકી નહીં. મોમે મને બાથમાં લેતા કહ્યું-આય લવ યુ, બેટા. બેસ્ટ લોયર થજે.

આજે મારી આ સફળતા માણવા મારા મોમ ડેડ મારી સાથે નથી.

એનું કારણ વિધિના ખેલ કે મોમ ડેડીનો ઈગો?

મનોજે ભાવુક નજરે કહ્યું- પ્રિયંકા આઈ વીલ ગીવ યુ બેસ્ટ લાઈફ. વીલ યુ મેરી મી?

મનોજ, હું તારી ભાવનાની કદર કરું છું. મેં લગ્ન અંગે કશું વિચાર્યું નથી. પણ, આપણે બેસ્ટ મિત્રો છીએ અને રહીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”