Mumbai Fire: મુંબઈના આ વિસ્તારમાં લાગી ભીષણ આગ
આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના આ વિસ્તારમાં લાગી ભીષણ આગ

મુંબઇઃ મુંબઈના ગોવંડીના બૈગનવાડી વિસ્તારમાં આજે સવારે ભીષણ આગ લાગી હોવાની માહિતી મળી છે. આગને કારણે 15 મકાનોને નુક્સાન થયું છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગવાના કારણની હજુ તપાસ કરવામાં આવી રહી છે.

આગની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક સ્થાનિક લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ફાયર બ્રિગેડના આગમન પહેલા સ્થાનિક લોકો પાણી નાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા દસથી પંદર મકાનોને નુકસાન થયું છે. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી.આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

Back to top button