આપણું ગુજરાત

અમદાવાદમાંથી 17.5 લાખ રૂપિયાની બનાવટી એન્ટી બાયોટિક દવાઓ ઝડપાઇ

રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગંભીર રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓમાં ભેળસેળ કરી બનાવટી રૂપ આપીને ખુલ્લેઆમ દુકાનોમાં વેચતા તત્વો સામે પગલા લેવાયા છે.

ઔષધ નિયમન વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે નાગરિકોને જરૂરી દવાઓ શુદ્ધરૂપે મળી રહે એ માટે કામગીરી કરવામાં આવી રહી છે. દુકાનોમાંથી દવાના નમૂના લઇ તેનું પરીક્ષણ કરી બનાવટ નીકળે તો તરત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આજની કાર્યવાહીમાં કુલ 17.5 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.


ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીને આધારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી ખીમારામ કુંભાર નામના વ્યક્તિ પાસેથી posmox cv 625 દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.


આરોપીની અટકાયત કર્યા બાદ પ્રાથમિક તપાસમાં દવાઓના ઉત્પાદક તરીકે બડી હિમાચલ પ્રદેશની કોઇ સંસ્થાનું સરનામાની વિગતો જાણવા મળી હતી. આ પછી ડ્રગ કંટ્રોલર દ્વારા તપાસ કરાતા આવી કોઇ પેઢી અસ્તિત્વમાં ન હોવાની માહિતી મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”